________________
તા. ૨૭-૩-પ૭ : સાયસંગગઢ
ખરડથી નીકળી રાયસંગગઢ આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો મંદિરે રાખ્યો. બે જણ સાથે આવ્યા હતા. ગામલોકોએ અને બહેનોએ ગીત સાથે મહારાજશ્રીનું સ્વાગત કર્યું. તા. ૨૮-૩-પ૭ : ઉમરગઢ
રાયસંગગઢથી નીકળી અળીયાસર થઈને ઉમરગઢ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો એક મેડા ઉપર રાખ્યો હતો. અમારી સાથે બે ભાઈઓ હતા. ગામલોકોએ વાજતે-ગાજતે સ્વાગત કર્યું. આવીને પ્રાસંગિક કહ્યું, આ ગામે આ સાલથી એક સહકારી જિન શરૂ કર્યું છે. તે અંગે મહારાજશ્રીએ એક સંપથી રહેવા અને ખાવા-પીવા કહ્યું. સહકારી પ્રવૃત્તિમાં ઘણાં જોખમો છે, તેથી સાવચેત રહ્યાં કરવું જોઈએ.
ચૂંટણીમાં કૉંગ્રેસની સાથે મળીને પ્રચાર ના કરવો પણ અલગ રહીને જ ચૂંટણી પ્રચાર કરવો.
મંડળે આર્થિક બાબતોમાં વધારે ધ્યાન આપવું. આવી આવી ચર્ચાઓ થઈ હતી. રાત્રે ચૂંટણી અંગેના પ્રત્યાઘાતો જુદા જુદા વક્તાઓએ વર્ણવ્યાં. આપણી પોતાની તીવ્રતા અને જાગૃતિ ઓછાં હતાં તે પણ હારનું કારણ હતું.
આજે ચારે તાલુકાના ખેડૂતો આવ્યા હતા. બપોરના ત્રણ વાગ્યે સભાની શરૂઆત થઈ. ખાસ કરીને ચૂંટણી પછીના પ્રત્યાઘાતો અને નવવિચારણા અંગે સંમેલન યોજાયું હતું. ગામે જમવા વગેરેની વ્યવસ્થા કરી હતી. ગામને શણગાર્યું હતું. મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતાં.
પ્રથમ અંબુભાઈએ પ્રભુદાસ ભુતાનો સંદેશો વાંચ્યા પછી ચૂંટણી અંગેની કેટલીક વિગતો આપી હતી. ત્યારબાદ જુદા જુદા માણસોએ અને બહેનોએ પોતાના અનુભવો કહ્યા હતા. બાબુભાઈ મોદીએ સુંદર કહ્યું . તેમણે કહ્યું, “બીજાની ભૂલો જોવી, તેના કરતાં આપણી કમજોરી જોવી. આપણે વેપારીની શેહમાં તણાઈ ગયા.' નવલભાઈ, સુરાભાઈ, પૂંજાભાઈ વગેરેએ પણ પ્રાસંગિક કહયું હતું. મહારાજશ્રીનું પ્રવચન :
હું એ વિચાર કરતો હતો કે જે ભાઈઓ વાતો કરે છે તે ધીરે ધીરે મારા વિચારને મળતા આવે છે. બાબુભાઈ બોલ્યાં તે સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૪૭