________________
ધોળકામાં એક શિક્ષક કે જેને ગામની બહાર કોઈ ઓળખતું નહોતું, તેણે માત્ર કોંગ્રેસ કરતાં ૫૮૦ મતે હાર ખાધી. કૉંગ્રેસની આ જીત જીત નથી.
આ બધા વાતાવરણથી મહારાજશ્રીને ચિંતન કરવાનું મન થયું એટલે તેમણે આજથી એટલે કે તા. ૧૦-૩-પ૭ થી ૧૬-૩-૫૭ સુધી ચિંતન માટે મૌન અને એકાંત શરૂ કર્યું. ટપાલ, છાપાં, મુલાકાતો વગેરે બંધ કર્યું. માત્ર ગાંધી સાહિત્યથી ચિંતન કર્યું. ગામમાં એક વખત ગોચરી જતા સવારસાંજની પ્રાર્થના તેમના સાંનિધ્યમાં અમો જ કરતાં. તા. ર૧-૩-પ૭ :
મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ આજે ગૂંદી આવવાના હતા. પૂ. સંતબાલજી મળવા જવાના હતા પણ સમયની ખબર આગળથી ના મળી અને અમારો કાર્યક્રમ ઉમરગઢ જવાનો નક્કી થઈ ગયો હતો એટલે ન જઈ શક્યાં. કદાચ જઈએ તો પણ ખેંચાવું પડે એટલે મને મોકલ્યો. મહારાજ ગંદી સ્ટેશન ઉપર જ રોકાયા હતા. આગલે દિવસે આવેલાં. તે વખતે આશ્રમમાં રાત રોકાયા. બધી પ્રવૃત્તિઓ જોઈ સંતોષ થયો. તેમના આગમનના પ્રથમથી સમાચાર નહીં મળેલા એટલે સ્વાગત માટે બરાબર વ્યવસ્થા ના થઈ શકી એટલું દુ:ખ રહી ગયું. તા. ૨૨મીએ તેઓ નાની બોરુ તરફ ગયા સાથે પ્રતાપ પંડ્યા ગયા હતા. ત્યારપછી ખંભાત સુધી દીવાનસંગ તેમની સાથે રહેશે. તેઓ ગોલાણા પહોંચી ગયા છે. મોટી બોરથી સાબરમતી ઊતરી ગોલાણા આવી શકાય છે. નાનચંદ્રજી મહારાજ સાથે ચૂંટણી અને બીજી વાતો થઈ. રાત્રે પ્રવચન પણ સ્ટેશનમાં જ રાખેલું. બહુ જાણવા મળેલું. આધ્યાત્મિક વિષય હતો. માણસ સંસારની પ્રવૃત્તિ માટે આખો દિવસ મથતો, પણ આત્માના કલ્યાણ માટે થોડો ટાઈમ પણ ના કાઢી શકે. ઝેર પીવા ૨૩ કલાક મળે, તો અમૃત પીવા એક કલાક પણ શું ના મળે ? સ્ટેશન માસ્તર છબીલદાસ જૈન હતા. તેમનો આગ્રહ હતો. બપોરે અમે તેમને ત્યાં જ જમ્યા હતા. છોટુભાઈને પણ ખબર મોડા મળેલાં એટલે તેઓ બપોરે મેલમાં ઊતર્યા.
અમો બન્ને બપોરની ગાડીમાં આવી ગયા. નાનચંદ્રજી મહારાજશ્રીની વાતોથી પૂ. સંતબાલજીને વાકેફ કર્યા.
૪૬
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું