________________
સાથે ભજન મંડળી હામોનિયમ સાથે “દારૂએ ઊંધું માર્યું, દારૂડિયા...” અને બીજા ભજનો ગાતાં ગાતાં સવારની પ્રાર્થનામાં આવી ગયા. સામભાઈ, નારણભાઈ, પ્રબોધભાઈ, બંકુભાઈ વગેરે કાર્યકરો હતા. આ લોકોએ સંસ્કાર શિબિર ચલાવી હતી અને પરિણામે કેટલાંક ભાઈઓ દારૂ છોડવા તૈયાર થયા હતા. એ લોકો મહારાજશ્રી પાસે પ્રતિજ્ઞા લેવા આવ્યા હતા. ૧૮ જણાએ જિદગી સુધી દારૂ ન પીવા, ન વેચવા, ન ગાળવાની પ્રતિજ્ઞા કરી. તા. ૨૧-૧-૫૮ : કિલ્લે સોનગઢ (ફોર્ટ)
બાવલીથી અડધો માઈલ ચાલી તાપી કિનારે આવ્યા. મજૂરો બધા ભજન મંડળીઓ સાથે અમને વિદાય આપવા આવ્યા હતા. કાર્યકરો તો હતા જ. હેડી સામે કિનારેથી અમને જોઈને તુરત આવી. સામે કિનારે ઊકાઈના ભાઈબહેનો પણ ભજન મંડળી સાથે સ્વાગત માટે આવ્યા હતા. મજૂરોએ મહાત્મા ગાંધીજીની જય બોલાવી વિદાય લીધી. બધાં દોડતાં સ્થળે પહોંચી ગયાં. અમે હોડીમાં બેસી ગયા. નદી ઓળંગી સામે કિનારે આવ્યા. સોનગઢ તાલુકાની વસતિ ૬૨ હજાર છે. ૭૬ ટકા પછાત છે. સામભાઈના પ્રયત્નથી ગ્રામસેવા મંડળ સંસ્થા ઊભી થઈ. તેના પ્રયત્નથી લોકશાળાઓ શરૂ થઈ અને ત્યારબાદ સરકાર તરફથી ગુજરાતી શાળાઓ ૧૪૨ લગભગ ખોલાઈ છે. અંગ્રેજી હાઈસ્કૂલ અહીં છે. તાલુકો બહુ પછાત છે. હાઈસ્કૂલમાં ૧૦૦ વિદ્યાર્થીઓ છે. માસિક ૯૦૦ ખર્ચ છે. ૨૦૦ ફંડના આપે છે. ૩૩ ટકા ગ્રાન્ટ સરકાર આપે છે. બાકીના પ્રજામાંથી ઊભા કરવા પડે છે.
સામે કિનારે ઊકાઈ ગામ છે. એના નામ પરથી જ ઊકાઈ યોજના નામ પડ્યું છે. એ ગામના લોકો બહેનો વગેરે ઢોલ સાથે સ્વાગત માટે આવ્યા હતા. હોડીના ખલાસીઓએ મહારાજશ્રીને વંદન કરી આશીર્વાદ આપવા વિનંતી કરી. મહારાજશ્રીએ કહ્યું “તમારે દારૂ ન પીવો' તો કહે, બાપજી, ટાઢમાં રહેવું એટલે પીવો પડે. થોડે થોડે છોડીશું.” પછી ભજનો ગાતાં અમે આગળ ચાલ્યા. ત્યાં ઊકાઈના ડે. એન્જિનિયર અને અને બીજા કાર્યકરો સ્વાગત માટે આવ્યા. કહ્યું, યોજનાની જગ્યા અને વિગતો જોઈને જાઓ તો સારું. તેમની મોટરમાં અમારો સામાન મૂકી દીધો. યોજનાની સામેની જગ્યાએ એન્જિનિયરે બતાવ્યું કે સામે ઊંચા ડુંગરો છે. ત્યાં ધોળો
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૭૭