________________
તા. ૮-૭-પ૭ :
આજે માણસાવાળા કેશુભાઈ, ભેરી'ના તંત્રી મળવા આવ્યા. તેમણે ભેરીમાં વાઘજીપુરાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો અહેવાલ આપ્યો હતો. એ સાચો હતો કે નહિ ! એ તપાસવા આવ્યા હતા. મહારાજશ્રીએ તા. ૧૫મીએ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સાથેની કાર્યવાહી સંભળાવી. આ રીતે કોંગ્રેસી ભાઈઓ જે લોકો એમને સાથ આપે છે તેમને ધક્કો મારે છે અને તરછોડે છે, તેમને અપનાવવાની વાતો કરે છે. મહારાજશ્રીએ કહ્યું, “તેમની મુશ્કેલી હશે પણ કોંગ્રેસને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રો કામ કરવું હશે તો તેણે સામાજિક, આર્થિક બાબતો ગ્રામસંગઠનોને સોંપી હળવાશ મેળવવી પડશે. આમ કરવાથી વિરોધી પક્ષના અસંતોષમાંથી તે બચી જશે અને પૂરક બળ મળશે. બીજી વાત, કોંગ્રેસી ભાઈઓ આપણને ગમે તેટલાં તરછોડે તો પણ આપણે કૉંગ્રેસને તત્ત્વથી પકડી છે એટલે એને છોડવાનો પ્રશ્ન રહેતો નથી. વ્યક્તિઓને લીધે કોંગ્રેસ નિદાય છે. તેમાં ફેરફાર થવો જોઈએ.'
મહારાજશ્રીએ પોતાના અંતરની એક વાત કરી – આજની પરિસ્થિતિ જોતાં ગુજરાત કોંગ્રેસ હવે બહુ નજદીક આવે તેમ લાગતું નથી. એટલે મુંબઈ રાજ્યમાં મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે ઠેકાણે જઈ ગ્રામસંગઠનો ઊભાં કરી બળ વધારવું જોઈએ. મહારાષ્ટ્રમાં શેતકરી પક્ષ પહેલાં કોંગ્રેસ સાથે હતો. હમણાંથી છૂટો પડ્યો છે. જુદે જુદે ઠેકાણે અમુક ગામોનાં જૂથ વચ્ચે ગ્રામસંગઠનના પ્રયોગ ઊભા કરવાથી તેની અસર રાજય અને પ્રદેશ ઉપર પડશે. તા. ૯-૭-પ૭ :
આજે અમદાવાદ જિલ્લા લોકલ બૉર્ડના અમલદારો મહારાજશ્રીને મળવા આવ્યા હતા. તા. ૧૦-૭-૫૭ :
આજે પાલનપુરથી હરસિંહ ચાવડા અને થરાના મફતલાલ અને બીજા એક ભાઈ મળવા આવ્યા. એમણે પાલનપુરની રાજકીય અને સામાજિક પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો. એઓ પહેલાં સેવાદળમાં કામ કરતા હતા પણ હવે કોંગ્રેસનું ઉપરનું સક્રિય કામ છોડીને રચનાત્મક કામ કરવા તરફ વળ્યા છે. મહારાજશ્રીએ કહ્યું કે તેથી પરિણામ એ આવશે કે અમુક તત્ત્વોના હાથમાં કૉંગ્રેસ જશે એટલે આપણે બેઉ બાજુથી કામ લેવું જોઈએ. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૭૩