________________
દેશમાં સહકારી પ્રવૃત્તિ નવી નથી. આજે સહકારી પ્રવૃત્તિનો પાયો આર્થિક બની ગયો છે. ખરી રીતે સહકારી પ્રવૃત્તિનો પાયો આધ્યાત્મિક છે. લગ્ન વખતે સપ્તપદીમાં સહનાવતુમાં સાથે કામ કરીશ. હું શિક્ષક વિદ્યાર્થી પણ સહનાવતુ કહે છે તે જ સહના સાથે મેળવીશું. આમ સહકારનો પાયો જન્મથી જ શરૂ થતો અને આખા જીવનમાં સહકાર રહેતો. જીવનના ખંડ નહોતા પડતા. રાજયકારણ થયું. ધાર્મિક જવું એ કારણ થયું. બધી ખેડ આ દેશમાં વ્યક્તિગત નહોતી. પરસ્પરના સહકારથી થતા અવલોકનથી જ આપણો સમાજ ચાલે છે. કોઈ પરસ્પર સંબંધ ન હોય આ રીતે સહકારી પ્રવૃત્તિ વિકસાવવી જોઈએ.
(૧) તમો ભણીને કરશો શું? જો શિક્ષિત બેકારો વધશે તો સામાન્ય બેકારો કરતાં શિક્ષિત બેકારો વધારે નુક્સાન કરશે. એટલે ભણેલા લોકો બેકાર ના બને તેવી જાતનો ધંધો શોધવો જોઈએ. આ દેશમાં મોટામાં મોટો ઉદ્યોગ ખેતી છે. જમીનનું પ્રમાણ માથાદીઠ એક એકર આવી શકે તેમ નથી. એટલી જમીનમાં ઉત્પાદન કરી આપણે જીવવાનું છે. આપણી પડોશમાં ચીન દેશ છે. ત્યાં ૬૦ કરોડની વસ્તી છે. તેમણે ઉત્પાદન કઈ રીતે કર્યું ? સમુદ્રમાં પડતા પાણીને વાળી લીધું. તેનો ઉપયોગ કર્યો. જમીનની વહેંચણી કરી. આ બધું તેમણે હિંસક રીતે કર્યું. આપણે ત્યાં અહિંસક મુખ્યપણે છે. તમોને થોડું ખાવાનું મોડું થાય તો ગુસ્સો આવે કે ? તો પછી આટલાં બધાં માનવબાળને ખોરાક પૂરો નહિ પડે તો ગુસ્સો આવશે કે નહિ ? તો એ ગુસ્સાથી તો હિંસા આવે, તેમાંથી ઉગરવા તમે શ્રમ ને પ્રતિષ્ઠા આપો. શ્રમિકોની કિંમત આંકો, હમણાં હું સહકારી વર્ગમાં જઈ આવ્યો. તેમાં મેં કહ્યું કે તમે ઘરેણાંને મિલ્કત ગણો છો. જમીન, નાણું, મકાન વગેરેને મિલ્કત ગણો છો પણ જાતમહેનતને મિલ્કત ગણતાં નથી. જો શ્રમને મિલ્કત નહીં ગણો તો પેલી મિલ્કત તો નાશવંત છે.
ત્રણ જણા પ્રવાસે નીકળ્યા. રસ્તામાં ખાવાનું ખૂટ્યું એટલે એક જણે હાથમાં માળા લઈ ઈશ્વરનું ભજન શરૂ કર્યું. હે ભગવાન ! ખોરાક જલ્દી મળે. બીજો હતો તેણે યોજના બનાવી. કેવી રીતે જમીન સુધારવી ? કેવી રીતે અનાજ પકવવું ? ત્રીજો ઉપડ્યો ખોરાકની શોધ કરવા. ફળ લાવ્યો. ફૂલ લઈ આવ્યો. કંઈક ને કંઈક લઈ આવ્યો. તેણે તો પેલા રામનામવાળાને જમવા આગ્રહ કર્યો. પણ એણે કહ્યું, રામનું કામ એ કહે છે કે પ્રથમ ૧૪૬
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું