________________
અપાવી છે. તેઓ અમોને વહેલા ઊઠી કડોદ સુધી લેવા આવ્યા. રસ્તામાં તેમણે હળપતિઓનો ઇતિહાસ કહ્યો. અનાવલા અને કણબી ખેડૂતો તેમને કેવી રીતે ગુલામ રાખતાં, દીકરો પરણાવવા પૈસા ધીરતાં, વહુ આવે તેને વાસીદી કહેતાં. વ્યાજમાં વાસુદી તે કર્યા કરે. જમીન માલિકને તે ધણિયામોનો કહે છે. ઘણી વાર મજૂરીના દ૨ માટે હડતાલો પડતી એટલે આઠ આના મજૂરીમાંથી એક રૂપિયો નક્કી થયો છે.
તા. ૨૬, ૨૭, ૨૮-૧૨-૫૭ : બારડોલી
વરાડથી સડકે સડકે બારડોલી આવ્યા. વચ્ચે કાકરાપાર નહેર આવી. પ્રદેશ ખૂબ ફળદ્રુપ છે. શેરડી ઘણી થાય છે. ઝવેરભાઈ પટેલ, મનુભાઈ પંડિત, શાંતિલાલ જોષી અમારી સાથે જ હતા. આશ્રમવાસીઓ ભજન મંડળીઓ સાથે ગીતો ગાતા ગાતા ઘણે દૂર સુધી સામે આવ્યા હતા. ગામની પાદરે શાળાના બાળકો જોડાઈ ગયાં. સરઘસ આકારે સૌ આશ્રમમાં આવ્યાં. ત્યાર પછી સૌ સભાના રૂપે ગોઠવાઈ ગયાં. અમારો નિવાસ બાપુ અને સરદાર રહેતા હતા તે રૂમમાં રાખ્યો હતો.
આશ્રમવાસીઓ સમક્ષ પ્રાસંગિક પ્રવચન કરતાં મહારાજશ્રીએ જણાવ્યું કે તમો બધાં એક રીતે ગાંધીજીના વારસદાર છો એટલે તેમનું કામ કેમ આગળ વધે તે આપણે વિચારવાનું છે.
ગાંધીજી જ્યારે આ દેશમાં આવ્યા ત્યારે એક ઝંખના અને ધગશ સાથે લાવ્યા હતા. ઝંખના એ હતી કે આ દેશમાં રાજય અંગ્રેજ સરકારનું ચાલે છે, એને બદલે જનતા જનાર્દનનું ચાલવું જોઈએ. બ્રિટિશરો એ લાવ્યા હતા કે જનતાનું ચાલે પણ એ કાયદો અને વ્યવસ્થા તોડે તો સમાજમાં સુલેહ શાંતિ રહી શકે નહિ. એટલે એમણે કહ્યું જે કાયદો માનવતાને હણેદબાવે તેવા કાયદાનો વિરોધ કરવો. તેમણે સવિનય કાનૂનભંગનું શસ્ત્ર આપ્યું. સત્યને છોડ્યું નહિ ચાલે, એટલે સત્યનો આગ્રહ રાખ્યો પણ વિવેક છોડવાની વાત ના કરી. ગામડાંનો અવાજ નીચેથી ઊઠીને વિશ્વને આંબી શકે તેવી હિલચાલ આ દેશમાં નથી. જનતા દ્વારા અને અહિંસા દ્વારા એ હિલચાલ ચાલવી જોઈએ.
બપોરે મુંબઈના ઘાટકોપર સ્થાનકવાસી જૈન સંઘનું પ્રતિનિધિ મંડળ મહારાજશ્રીને ચાતુર્માસ માટે આમંત્રણ આપવા આવ્યું. તેઓ ભૂલથી નવસારી ઊતરી ગયા, એટલે બે કલાક મોડા પડ્યા. ત્યાંથી તે મોટરમાં આવ્યા.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૫૪