________________
મનસુખ મામા થોડા પાછળથી આવ્યા. કુલ પાંચ જણ હતા. દુર્લભજી ખેતાણી, પ્રમુખ હરિભાઈ, હઠીસંગભાઈ, મનસુખ મામા, તેમની સાથ ઘણી વાતો થઈ. દુર્લભજીભાઈની ભવ્ય કલ્પના છે. તેમણે કહ્યું કે કેટલાક નવા વિચારોના સાધુઓનું એક જૂથ થઈ જાય તો લોકોને દોરી શકે. આપ આવો તો નાનચંદ્રજી મહારાજને રોકીએ. એ પછીના ચોમાસા માટે ઉજજવળ કુમારીજીને આમંત્રીએ. મોહનઋષિ પણ આવી શકે એટલે આપ પહેલાં મુંબઈ પછી મહારાષ્ટ્ર જાઓ તો સારું. મહારાજશ્રીએ કહ્યું, જો એમ કરીશ તો મહારાષ્ટ્ર રહી જશે. હું મહારાષ્ટ્રની કલ્પના લઈને નીકળ્યો છું. સાડા ચાર માસમાં ૪૫૦ માઈલ અને છ જિલ્લા ફરી લેવાની ઇચ્છા છે. ત્યાં પૂના તરફ શ્રીમલજી મહારાજ, ઉજજવળકુમારી, મોહનઋષિજી મળવા આવ્યા છે. તે વખતે તમારામાંના કોઈ આવી શકે તો સારું. આ પછી નાસિક સુધીનો કાર્યક્રમ નક્કી કરવો એમ વિચાર્યું છે. ત્યાં સુધીમાં પૂ. નાનચંદ્રજી મહા૨ાજ તૈયાર થાય તો નાસિક આસપાસ મળવાનું ગોઠળી શકાય આમ વિચાર્યું.
બીજો મુદ્દો એ હતો કે, નરભેરામભાઈ નામના એક જૈન ભાઈએ પત્ર લખેલો કે સંઘમાં ફાટફૂટ છે. એટલે મહારાજશ્રીને તેમણે લખેલું કે, હું સૌને સંતોષ આપવા પ્રયત્ન કરીશ અને ઉપાશ્રયમાં તો એક પણ વ્યક્તિનો જાહે૨ વિ૨ોધ હશે તો ઊતરવા પ્રયત્ન નહીં કરું. આ વાત સંઘના ભાઈઓને કહી. તેમને આ વાત ન ગમી. કારણ કે જો એક માણસ આડાઈ કરે તો તેથી આખા સંઘનું આમંત્રણ નકામું કેમ પડે ? વળી સંઘ આમંત્રણ આપે અને આપ ઉતરો બીજી જગ્યાએ તો એમાં સંઘની શોભા શું ? દુર્લભજીભાઈએ કહ્યું, નરભેરામભાઈ એકલા વિરોધમાં છે. એનો સામાન્ય સભામાં ત્રણ જણે વિરોધ કર્યો છે. તો નરભેરામભાઈને હું સમજાવી શકીશ. આપને અનુકૂળતા કરી આપીશું. મહારાજશ્રીએ કહ્યું, ખોટી હઠ ને પ્રતિષ્ઠા ન મળી જાય તે પણ આપણે જોવું જોઈએ. કૉંગ્રેસ સમિતિ તો આમંત્રણ આપવા તૈયાર છે જ પણ સંઘને એક નવી ક્રાંતિ કરવી છે એટલે તેમાં ફેરફાર ન દેખાય એ રીતે કામ લેવાનું છે.
રાત્રે આઠ વાગે તેઓ ટેક્સીમાં સૂરત ગયા. રાત્રે જાહેરસભા થઈ. તેમાં આશ્રમવાસીઓની ફરજ અને કૉંગ્રેસનું કાર્ય વગેરે જણાવ્યું હતું. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૫૫