________________
કરવું એવી શરતો અપમાનજનક છે. આ બધી વાતો સાંભળી મીરાંબહેન ઉગ્ર થઈ ગયાં ને કહ્યું રોજ સમય બગાડો છો. હવે ઝટ નિર્ણય કરી નાખો ને ? તેમને સમજાવ્યાં કે બધું સમાજના હિત માટે કરવું પડે છે. પછી તો ઢીલાં પડ્યાં અને ઉગ્રતા બદલ માફી પણ માગી.
રાત્રે સભામાં આગેવાનોએ નિવાસનો ખુલાસો કર્યો. અમે બનતો પ્રયત્ન કર્યો પણ સફળ થયા નથી. સંઘનું સ્વમાન અને મહારાજશ્રીનો સિદ્ધાંત સચવાય તે રીતનો અમે પ્રયત્ન કર્યો છે. આશા છે કે પરિણામ સારું આવશે. બધાં ભાઈ-બહેનો શાંત રહે. કોઈ જાતનો ઉશ્કેરાટ ન કરે. છતાં એક ભાઈએ બોલી ગયાં, અમારું નાક કાપ્યું છે.
મહારાજશ્રીએ બહુ જ પ્રેમથી વાતો કરી. વિરોધી વિચારવાળાને પણ તેમના વિચાર પરિવર્તનની તક આપવી જોઈએ. એ લોકોનો મારા ઉપર ઘણો પ્યાર છે પણ ઘણા વખતનું પડ્યું છે, બહુમતીનું સ્વમાન સચવાયું જોઈએ અને વિરોધી વિચારવાળાના હૃદય પરિવર્તન માટે જૈનત્વને છાજે તેવા પ્રયત્ન કરવા જોઈએ. આમ સભામાં ગંભીરતા પ્રસરી ગઈ. ઉશ્કેરાટ અને ગરમી દેખાતાં હતાં પણ રતિભાઈ અને મહારાજશ્રીના પ્રવચનોએ સુંદર અસર કરી. તા. ૧૨-૭-૫૮ :
રાત્રે સંઘના આગેવાનો મહારાજશ્રી રૂબરૂ મળ્યા. ઘણી વાતો થઈ. સંઘ પ્રમુખે કહ્યું : જનરલ સભાએ રીકવીઝેશન માટે બે વાર અરજી કરી છે. હવે અમે સભા નહીં બોલાવીએ તો એ લોકો એમની મેળે જ બોલાવશે અને પછી ૭૫ ટકાની બહુમતીથી ટ્રસ્ટીઓને ડિસમીસ કરી નાખશે. અમે ચૅરિટી કમિશ્નરને એ કાગળો મોકલી દઈશું.
મહારાજશ્રીની સલાહ એવી હતી કે તમો સભા ભરો, તેને રોકો નહિ પણ સભા એવી શાંતિથી ભરો કે તમારું કામ દીપી ઊઠે. તમે ધારશો તો લોકો શાંતિથી કામ કરશે. નહિ તો બૂમબરાડાથી રોષથી કામ થશે. પરિણામે ઝઘડો વધશે. તા. ૧૫-૭-૫૮ :
આજે સવારના પ્રવચન પછી બચુભાઈએ જાહેરાત કરી કે જે પ્રશ્ન ચર્ચાયા કરતો હતો તેનો સુખદ અંત આવી ગયો છે. ટ્રસ્ટીઓ અને લવાદે ૨૧૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું