________________
મળીને ખુશીથી મહારાજશ્રી સવારે પાંચથી રાત્રે ૧૦ વાગ્યા સુધી રોકાય તેની સંમતિ આપી છે. હવે યુવાનો અકળાય નહિ. પહેલાં આ વાત હતી પણ તે વખતે બંને પક્ષે ઉકળાટ હતો. હવે શાંતિથી પતી ગયું છે વગેરે વાતો કરી. મહારાજશ્રીએ આખો પ્રશ્ન સમજાવ્યો. સભામાં સારી અસર થઈ.
લવાદની સંમતિથી અને લવાદે પણ ટ્રસ્ટીઓને ખ્યાલ આપીને આ પ્રમાણે દિવસનો કાર્યક્રમ જૂના ઉપાશ્રયે કરવાની ખુશીથી છૂટ આપી અને ત્રણે વિષ્ટિકારોએ એ પ્રમાણે લખાણ પણ મહારાજશ્રીને આપ્યું. જ્યાં સુધી લવાદે ખુશીથી છૂટ ન આપી, અમુક અમુક શરતો જેવું કહેલું ત્યાં સુધી મહારાજશ્રી ગયા જ નહીં. જયારે બધું પૂર્ણ થયું ત્યારે જ ગયા. મોટા ભાગના લોકોને સિદ્ધાંતની પડી હોતી નથી. રાગ-દ્વેષ જ કામ કરે છે પરંતુ મહારાજશ્રી જે કંઈ કરે છે તે વિચારીને, સિદ્ધાંતિક રીતે કરે છે. તે બધું ધીમે ધીમે સહુને સમજાવ્યું. તા. ૧૭-૭-૫૮ :
મહારાજશ્રીને જવા માટે જૂના ઉપાશ્રય સુધીનો રસ્તો તૈયાર થઈ ગયો. ઉપર તાડપત્રીઓ બાંધીને તૈયાર થઈ ગયો. તા. ૧૯-૭-૫૮ :
આજે સવારના પ્રવચન પછી સાડા નવ વાગ્યે જૂના ઉપાશ્રયમાં આવ્યા. ભાઈ-બહેનો મોટી સંખ્યામાં સાથે હતાં. સરઘસાકારે ગીતો ગાતાં ગાતાં પ્રવેશ કર્યો. આવીને પ્રાર્થના બાદ મહારાજશ્રીએ કહ્યું કે તમને બધાને સંતોષ થશે. વળી સર્વાનુમતિનું તત્વ જળવાયું છે. કેટલાંકને જે વાત આજે નહિ સમજાતી હોય તે કાલે સમજાશે. આપણો માર્ગ ખાંડાની ધાર જેવો છે. બહુ ધીરજથી કામ લેવું જોઈએ, જેથી વિરોધ હોય તે પણ સવનુમતિ થઈ જાય. તા. ૨૦-૭-૫૮ :
આજે ક્ષમાપના દિન હતો. બે દિવસ પહેલાં જ રારિસભામાં મહારાજશ્રીએ ઉલ્લેખ કરેલો કે ભલે થોડાં પણ આપણાં જ ભાઈઓ. આનંદના દિવસોમાં સાથે ન બેસે તેનું મને દુઃખ છે. જરૂર પડે તો હું તેમને ત્યાં જવા તૈયાર છું. આ ઉપરથી સંઘના આગેવાનો તેમને ત્યાં ગયા અને પધારવા વિનંતી કરી. જે તેમણે સ્વીકારી. ગઈ કાલે અને આજે ચીમનલાલ પોપટલાલ, માણે કલાલ શેઠ, નરભેરામ ઝાટકીયા, જગુભાઈ, મણિભાઈ, દેવજી ધનજીવાળા, હીરાલાલ તુરખીયા વગેરે આવ્યા હતા. પ્રથમ સંઘ પ્રમુખ હરિભાઈએ બધાની ક્ષમા યાચી હતી અને કહયું કે માણેકલાલ શેઠ જ સંઘપતિ સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું