________________
બીજા ભાઈઓ પણ ત્યાં હતા. ઘણી ચર્ચાઓ થઈ. કેટલાક ખુલાસા થયા. જોકે મહારાજશ્રી તેમને ત્યાં ગયા તે ઘણા લોકોને ગમ્યું નહિ. મહારાજશ્રી પોતે ત્યાં જાય તે બરાબર નહિ એમ તેઓ માનતા પરંતુ મહારાજશ્રીને માન અપમાનની ગણતરી નહોતી. સૈદ્ધાંતિક બાધ ન હોય ત્યાં સુધી વિરોધીઓનો વિરોધ ઘટાડવા પ્રયત્ન કરતા હોય છે. તા. ૯-૭-૫૮ :
- રાત્રે ન્યાલચંદભાઈ, છગનભાઈ, રતિભાઈ વગેરે આવ્યા. તેમણે દિવસની કાર્યવાહીનો ખ્યાલ આપ્યો. તેમણે કાંતિભાઈને સમજાવ્યા હતા કે આટલું નહિ કરો તો સમાજમાં બહુ મોટો અસંતોષ થશે. મહારાજશ્રીને તો કોઈ સ્થાનનો આગ્રહ નથી. છેવટે તેઓ સંમત થયા. તેમણે ટ્રસ્ટીઓ શ્રી મણિભાઈ, ધનજીભાઈ, ચીમનભાઈ સાથે ટેલિફોનથી વાત કરી લીધી, કહ્યું કે મેં સવારે પાંચથી રાતના દસ સુધીની છૂટ આપી છે. માણેકલાલ શેઠને રૂબરૂ મળી આવ્યા. તેમણે સંમતિ આપી પણ કેટલીક શરતો કરી. મીરાંબહેન કે બીજા રેંટિયો ઉપાશ્રયમાં ના કાંતે, લાઈબ્રેરીમાં કાંતે. દશ વાગ્યા પછી મિનિટ પણ ન રોકાય વગેરે વાતો કરી, જે વાતો વિષ્ટિકારોને રૂચિ નહિ.
આગેવાનોએ મહારાજશ્રીને આ બધી વાતો કરી. મહારાજશ્રીને શરતોવાળી વાત ઠીક ન લાગી. આજે રેંટિયાનો પ્રશ્ન ઉઠાવ્યો, કાલે બીજો ઉઠાવશે. હું તો મિશન લઈને આવ્યો છું. રાજદ્વારી વાતો પણ આવે, હરિજનો આવે, ખેડૂતો આવે, બધા જ પ્રશ્નો આવે. કાલ ઊઠીને કહે કે આમ ના કરવું અને તેમ ના કરવું. રેંટિયો ઉપાશ્રયની અંદર ના કાંતે તે સમજી શકું પણ ઓટલે બેસીને પણ ના કાંતે તે બરાબર નહિ. છેવટે મીરાંબહેને પોતે કહ્યું કે સમાધાન થતું હોય તો એટલું હું સહન કરી લઈશ. મહારાજશ્રીએ વિષ્ટિકારો સાથે ચોખવટ કરતાં કહ્યું કે બધું વિવેકબુદ્ધિ ઉપર છોડે. તા. ૧૦-૩-૫૮ :
બપોરે ન્યાલચંદભાઈ, રતિભાઈ અને છગનભાઈ આવ્યા. તેમણે દુ:ખપૂર્વક વાતોનો સાર કહેતાં જણાવ્યું કે (આમાં સ્વમાન સચવાતું નથી એટલે અમો એવી સલાહ આપીએ છીએ કે જૂના ઉપાશ્રયે જવાની વાત પડતી મૂકવી. કાંતિભાઈ સંમત થયા હતા પણ આમ કરવું અને આમ ન
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૨૧૭