________________
અહીંથી બધા ગુંદી જવા માટે હંકારી ગયા. મીરાંબહેન સાથે ગયાં. હરિજનવાસમાં જઈને તળાવ ઉપર મોટરમાં બેસવા જતા હતા. ત્યાં તેમને ભંગીનાં ઝૂપડાં બતાવ્યાં. તેમણે પૂછ્યું શું હરિજનો ભંગી ના કહેવાય ? એ લોકો હિરજનોથી જુદા કેમ રહે છે ? એમને ભંગી હિરજનોથી ઉતરતા છે. સ્પર્શ કરતા નથી. એનો ખ્યાલ જ નહોતો. સામાન્ય રીતે હરિજનો સાચી હકીકત નથી કહેતા. રોદણાં રડવાની ટેવ હશે એમ લાગ્યું. આ ટેવ સારી ન ગણાય.
શ્રીમન્નજીનો અહેવાલ :
તા. ૧૦મીએ અહીંથી ગુંદી ગયા. બે જીપ હતી. રસ્તામાં અંબુભાઈ અને ફૂલજીભાઈ, વીરાભાઈને શ્રીમન્નજી સાથે ગણોતધારો અને બીજી વાતો કરી. શ્રીમન્નજીને સહકારી પ્રવૃત્તિ, લવાદ, શુદ્ધિપ્રયોગ અને શાંતિસેનાનાં પ્રશ્નોમાં ખૂબ રસ જણાયો. અંબુભાઈએ ગણોતધારા શુદ્ધિપ્રયોગનો ખ્યાલ આપ્યો. ૨૫ ખેડૂતો જમીન ત્યાગ કરવા તૈયાર થયા છે તે જાણ્યું. શ્રીમત્રજીએ વાતોમાં જણાવેલું કે તમારે કૉંગ્રેસ સાથે સંઘર્ષના પ્રશ્નો આવે છે કે ? અંબુભાઈએ ખ્યાલ આપ્યો કે આમ તો સારા સંબંધો છે. પણ સહકારી બૅન્કમાં ચૂંટણી આવી રહી છે. અમે ગ્રામ દૃષ્ટિવાળા કૉંગ્રેસને તેમાં મૂકવા માગીએ છીએ. જ્યારે કૉંગ્રેસ પોતાને અનુકૂળ એવા ભાઈઓનો આગ્રહ રાખે છે. પરિણામે ઘર્ષણ થવા સંભવ છે. શ્રીમન્નજીએ સ્પષ્ટ કહ્યું. કૉંગ્રેસે ગ્રામદષ્ટિવાળાને જ લેવા જોઈએ. અગર જવું હોય તો વ્યક્તિ તરીકે જાય. સંસ્થાએ એમાં નહિ પડવું જોઈએ.
ગુંદી જતાં બગોદરા આવ્યું. પાદરેજ લોકોએ વાજતે-ગાજતે સ્વાગત કર્યું. ધર્મશાળામાં સભા મળી. મોટી સંખ્યામાં બહેનો પણ આવ્યાં હતાં. ગામે નાસ્તા માટેની વ્યવસ્થા પણ કરી હતી. મીઠાઈ, ચેવડો, પેંડા વગેરે હતું. શ્રીમત્રજીએ કહ્યું, શહેરની મંગાવેલી ચીજો હું નહિ લઉં. ગામડામાં કંઈ બનાવેલી હોય તો લાવો. પછી તેમણે ગામમાં બનેલી વાનગીનો નાસ્તો કર્યો. મતલબ કે શહેરમાંથી વસ્તુ લાવીને ખાવી તે બરાબર નથી.
ત્યાંથી ગુંદી આવ્યા. અહીં આજુબાજના ગામોમાંથી આગેવાનો આવ્યા હતા. તેમની સભા થઈ. પછી નવા અંબર ચરખાનું ઉદ્ઘાટન તેમણે કર્યું. અને કાર્યકરો સાથે વાર્તાલાપ, પ્રવૃત્તિઓનું નિરીક્ષણ વગેરે કર્યું. સાંજના શિયાળ જવા રવાના થયા. ત્યાં ગામલોકોએ વાજતેગાજતે ભજનમંડળી સાથે સ્વાગત કર્યું. દવાખાના આગળ જ ખુલ્લા ચોકમાં મંડપ બાંધ્યો હતો. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૯૪