________________
ત્યાં થોડું પ્રાસંગિક કહ્યા પછી પઢારવાસની મુલાકાત લીધી. તેમનાં કાળા કાળા વાન, સફેદ ચકચકતા દાંત, કપડાં પહેરવાની અમુક જાતની ઢબ, એમના શણગાર વગેરે જોયું. રાત્રે પઢાર ભાઈઓનાં ભજન, નૃત્ય, રાસગરબા રાખ્યા હતા. શ્રીમત્રજી આ કળા જોઈને ખૂબ પ્રભાવિત થયા. આનંદ પણ ખૂબ થયો. રાત્રે ત્યાં રોકાયા. સવારના તા. ૧૧મીએ ગુંદી આવ્યા. ગુંદી ગામની પ્રવૃત્તિઓ નિહાળી ગાડીમાં ધંધૂકા ગયા. ત્યાં ભોજન લીધું. તાલુકા સમિતિના ભાઈઓ સ્ટેશન ઉપર સ્વાગત માટે આવ્યા હતા. તેમણે અડધો કલાક કાર્યક્રમ આપવા માટે માગણી કરી કહ્યું, અમને ખબર નહીં મળેલી કે આપ આવવાના છે. શ્રીમરાજીએ કહ્યું, હું ભાલ નળકાંઠાની પ્રવૃત્તિઓ જોવા જ આવ્યો છું. એટલે તમને ખબર નહિ આપેલી. પછી કાર્યકરો સાથે વિચાર કરી અડધો કલાક તેમને આપ્યો હતો. તે બાદ જિનમાં આજુબાજુના ઘણા ખેડૂતો મંડળના સભ્યો વગેરે આવ્યા હતા. તેમની સભા થઈ. સરકારી જિન અને પ્રેસ જોયું. પછી સાંજના ઉંમરગઢ ગયા. ગામલોકોએ, બહેનોએ તેમનું સુંદર સ્વાગત કર્યું. ત્યાંથી આઠ વાગ્યે ભલગામડા આવ્યા. અહીં બહેનો-ભાઈઓએ વાજતે-ગાજતે સ્વાગત કર્યું. બહેનોએ કળશથી અને થાળીમાં કંકુ, ચોખા સાથે વધાવ્યા. ગામને દરવાજા ધજા, પતાકાથી શણગાર્યું હતું. ભલગામડાના સ્વાગતની સુંદર છાપ પડી. સભા થઈ. જમ્યા પણ ત્યાં જ અને રાત્રે ૧૧-૦૦ વાગે ધંધૂકા આવી સોમનાથમાં આદરોડા આવવા નીકળ્યા. તા. ૧૨-૯-પ૭ :
સવારના સાડા ચાર વાગે શ્રીમશજી સોમનાથમાં ઊતરી આવી ગયા. ભાયલાથી જીપમાં મોતીભાઈ, વીરાભાઈ વગેરે રાત્રે લેવા માટે પહોંચી ગયા હતા. અમે સૂવાની બધી તૈયારી કરી રાખી હતી પણ તેમણે પોતાની પ્રાત:વિધિ - દાંતણ, સ્નાન, હજામત વગેરે પતાવ્યું એટલે બરાબર સાડા પાંચ વાગે પ્રાર્થના કરી. પ્રાર્થનામાં અંબુભાઈએ “થાકે ન થાકે છતાં હો માનવી...' ગાયું. પ્રાર્થના પછી મહારાજશ્રીએ હૃદયસ્પર્શી પ્રવચન કર્યું. બાપુજીની જે કલ્પના હતી કે ખેડૂત વડાપ્રધાન બને અને પંડિતજી તેના મંત્રી બને. એ સ્થિતિ આજે ક્યાં છે ? એવી સ્થિતિ લાવવા જે સંસ્થાઓ પ્રયત્ન કરતી હોય છે તેને ટેકો ક્યાં છે ? વગેરે કહ્યું.
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૯૫