________________
આશયમાં સ્વાર્થ હતો. તેવી જ રીતે આજે કઈ સંસ્થા, કઈ વ્યક્તિ કે કયો વર્ગ, ક્યા આશયથી શું કરે છે તેનો વિચાર નહીં કરીએ તો આખા રાષ્ટ્રનું નુક્સાન થશે. ત્યારે માત્ર અવિશ્વાસ રાખીશું તો પણ ચાલશે નહિ. એટલા માટે ખૂબ જાગ્રત રહીશું, અતડાપણું નહિ રાખીએ. સાધકને, સાધ્યને અને સાધનને જોઈને ચાલીશું તો જ આપણે ઉત્પન્ન કરી શકીશું. ભગવાને કહ્યું, જે લોકો જિજ્ઞાસુ છે. અમુક કોટિના છે. તેને જ ગીતાનું જ્ઞાન પચશે. ગમે તેવો માણસ ગીતા ન વાંચે કારણ કે તે તેનો અનર્થ કરશે. ખોટો ભાવ લઈ લેશે. ચા અને માંસ ખાવું એ પણ ગીતામાંથી શોધી કાઢશે. મતલબ કે સાધકે બળનો વિચાર મુખ્ય કરવો જોઈએ. પછી સાધન શુદ્ધિનો વિચાર પણ કરવો જોઈશે. આજે આપણી પાસે આર્થિક અને સામાજિક સવાલો મુખ્ય છે એટલે સાધન શુદ્ધિનો વિચાર કરવો જોઈએ. બે ભાઈઓમાં એક ભાઈ અન્યાય કરતો હશે, તો તેને પ્રથમ સમજાવવો પડશે. એટલે સાધન અને સાધક બન્નેની શુદ્ધતા જોઈને આગળ ચાલવું પડશે.
(શ્રીમન્ન નારાયણ અગેવાલ અને બીજાંઓ સમક્ષ મહારાજશ્રીએ કરેલું પ્રાત:પ્રવચન સાધ્ય, સાધન અને સાધક એ ત્રિપુટીની શુદ્ધતા અંગે કરેલું.)
સવારના પ્રાર્થના બાદ શ્રીમત્રજીએ દાતણ સ્નાન પતાવી નાસ્તો કર્યો. તેઓ ખાવામાં ખાસ કોઈ નિયમ રાખતા નહિ. તેલ મરચું ઓછું અગર ન હોય તેવાં દાળ-ભાત, શાક, રોટલી ખાય છે. દહીં ઠીક ફાવે છે. નાસ્તો કર્યા પછી બરાબર અઢી વાગ્યામાં મહારાજશ્રી સાથે મુલાકાત શરૂ થઈ તે દસ વાગ્યા સુધી ચાલી. ભૂદાન, કૉંગ્રેસની હાલની સ્થિતિ વગેરે પ્રશ્નો અંગે ચર્ચા ચાલી. પછી હરિજનોનું આમંત્રણ આવવાથી થોડો સમય હરિજનવાસની મુલાકાત લીધી. હરિજનોએ રોજી મળથી નથી તો થોડી થોડી જમીન માટે માગણી કરી. કોરિયાના એક હરિજને ઘર પાસેની જમીન અરજીઓ કરવા છતાં મળતી નથી તે અંગે ફરિયાદ કરી.
શ્રીમન્નજીએ સ્થાનિક કાર્યકરોને સૂચના કરી કે, આ લોકોને રોજી મળે તેવું કંઈક ગોઠવવું. મોતીભાઈ ભાયલાવાળા હતા. તેમણે કહ્યું અહીં કાલા ફૉલામણમાં રોજી ચાલે. જમીન માટે તો મુનિશ્રી અહીં છે. થોડો ભૂદાન માટે પ્રયત્ન કરે, દશ વીઘા વહેંચી આપે. ઘરથાળ માટે તો અંબુભાઈ અને મોતીભાઈએ કહ્યું, ગામે ગામ આ પ્રશ્નો છે. કંઈક જાતિ નક્કી કરવી જોઈએ. સરકારી જમીનની હરાજી બંધ કરવી અને અમુક કોમોને જમીન આપવી જોઈએ. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૯૩