________________
તા. ૧૯-૧૧-પ૬ :
મહારાજશ્રીએ પ્રવચન કરતાં કહ્યું કે, મને હમણાં એ વિચાર આવતો હતો કે, આપણે ત્યાં કેવી સૌજન્યવૃત્તિ છે, કે જ્યાં સંત વેશ જુએ છે ત્યાં પ્રજા ગમે તેટલું ખોટું લાગે છતાં આદર બુદ્ધિ છોડતી નથી બીજા કોઈ વેશવાળો હોય તો લોકો છોડે નહિ. કારણ કે એ પ્રસંગ એવો હતો. સૌ કોઈને લાગતું હતું. ગુજરાતનું રાજ્ય થાય તેમાં ખોટું શું છે ? પણ જયારે આખા દેશનો પ્રશ્ન જોઈએ ત્યારે મને દ્વિભાષી રાજયરચના ઉત્તમ લાગી છે.
રાજકારણને ધર્મથી કઈ રીતે જુદું પાડું? જેમ આપણાં શરીરના જુદાં જુદાં અંગ છે તેમ રાજય પણ સમાજનું એક અંગ છે. અને એ અંગને જુદું પાડીએ તો કચરો ભરાઈ જાય છે.
હું જયારે નળકાંઠામાં આવ્યો, ત્યારે પ્રથમ ધર્મદષ્ટિએ સમાજ રચનાનો વિચાર લાવ્યો. એ કોણ કરશે? એની કલ્પના નહોતી. પછી વિકાસ વધ્યો. મને લાગ્યું કેહરિજનને ત્યાં ભિક્ષા લેવામાં વાંધો ન હોવો જોઈએ. સાધ્વી જો દીક્ષાએ મોટાં હોય તો સાધુએ વંદન કરવાં જોઈએ; આથી જે મને ચાહતાં હતાં તેમને આઘાત લાગ્યો. એટલું જ નહીં, પણ મને એ સ્થાનમાંથી જાકારો મળ્યો. માટુંગામાં ચાલતો આવ્યો. સાથે લોકો પણ હતાં, પરંતુ જયારે મેં નિવેદન જાહેર કર્યું, અને લોકોએ સાંભળ્યું ખરું, પણ સ્થાન છોડવું પડ્યું. એક બે વિરોધીઓ હતાં. બીજા ચાહતાં હતાં. પણ કોઈએ કહ્યું : “એક પણ વિરોધ હોય તો પણ તમારે સ્થાનકમાં ના રહેવું એ સારું છે.” પછી તો નળકાંઠો હાથ લાગ્યો. લોકોની શ્રદ્ધા વધતી ચાલી. પછી રાજકારણ હાથ આવ્યું. કોંગ્રેસને હું બોલાવવા નથી ગયો, પણ સમાન કામ કરવાની નીતિ ને લીધે, એમનો સંપર્ક વધતો ગયો.
ઘણી વાર મારે એવાં કાર્યો કરવાં પડે છે, કહેવાં પડે છે, કદાચ લોકોના ગળેય ન ઊતરે, પણ તમોએ મને નભાવી લીધો છો. બહેનો ઉપર મને વધારે વિશ્વાસ છે. તેમનામાં એક ગુણ સુંદર છે કે તેઓ સહન કરીને પણ થોડાં આગળ વધે છે. પોતે કૂવો પૂરે છે, પણ કોઈને ધકેલતાં નથી. બાપુજીએ હરિજન પ્રશ્ન લીધો. તે દિવસે લોકોને એ ગળે ના ઊતર્યું પછીનું દલિસ્તાન અટકી ગયું. મહાગુજરાત કે દ્વિભાષીનો સવાલ નથી, પણ સ્ત્રી
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું