________________
સાધુતાની પગદંડી ધોળકા ચાતુર્માસની વિદાય અને તે પછીનો
આદરોડા ચાતુર્માસ સુધીનો પ્રવાસ આજે સાંજના ચાર વાગ્યે મહારાજશ્રીનો વિહાર હતો. તે પહેલાં તેમને વિદાયમાન આપવા માટે ધોળકાના નાગરિકોની એક જાહેર સભા રખાઈ હતી. સારી સંખ્યામાં ભાઈ-બહેનોએ હાજરી આપી હતી. પ્રથમ પ્રાર્થના બાદ શ્રી જયંતીભાઈએ મહારાજશ્રીને ચાતુર્માસનું આમંત્રણ આપ્યું. ત્યાંથી આજ સુધીની વિગતો કહી. કાલિદાસભાઈએ મહારાજશ્રી સાથેનો સંપર્ક અને ગમાઅણગમાના પ્રસંગો વર્ણવ્યા અને છેવટે તેમની નજીક આવતાં તેમને સાચી રીતે ઓળખ્યા, અને કેટલાક પ્રશ્નોની ગેરસમજને લીધે જનતાં મહારાજશ્રીનો જે લાભ લઈ શકી નથી, તેનો ખેદ વ્યક્ત કર્યો. મહારાજશ્રીએ અમારા કોઈ પણ દોષ જોયા વગર માત્ર સારાજ લઈને ચાર મહિના સુધી અમોને જે લાભ આપ્યો છે. તે બદલ આભાર માન્યો અને પોતાની કંઈ ક્ષતિ થઈ હોય તો દરગુજર કરતાં વિનંતી કરી. સાથીઓ અને મહેમાનોને કિંઈ અગવડ પડી હોય તો તેની પણ ક્ષમા યાચી. બાદમાં દેવીબહેને મહારાજશ્રીને બહેનો તરફની જે ભક્તિ છે તેને બિરદાવી અને સકળ જગતની માતા બનવાના જે ભાવ છે. તે ભાવને લાયક થવા બહેનોને અપીલ કરી. ત્યારબાદ શ્રી છોટુભાઈએ ધમકવાડી વાપરવા આપવા, જૈન ધર્મશાળા આપવા. ગોઠીએ રૂમ ખાલી કરી આપવા, શકરચંદજીએ પોતાનું મકાન વાપરવા આપવા જે તેના વ્યવસ્થાપકોનો આભાર માન્યો હતો. આભારની વિધિ બાદ મહારાજશ્રીનું પ્રવચન શરૂ થયું. અંતમાં -
આવો આવો ઊડીએ
વિલશે જ્યોતિના લોક રે'... બહુ ગંભીર વાતાવરણમાં સૌ છૂટાં પડ્યાં. પછી સરઘસ આકારે સૂત્રો બોલતાં બોલતાં ગોપાલજીભાઈના જિનમાં આવ્યાં. અહીં અંબુભાઈએ થાકે ન થાકે છતાંયે હો માનવી' વાળું ગીત ગાયું. પછી સૌ છૂટાં પડ્યાં.
લોકોએ ધોળકાને ન ભૂલવા વિનંતી કરી. રાત્રે મારી પ્રાર્થના જ રાખી હતી. સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું