________________
શ્રીમન્નજીએ મૂક્યાં હતાં, તે અંગેનું હતું. પાછળના ભાગમાં કદાચ શ્રીમન્નજીને કહેવાયું હોય તે બનવાજોગ છે. પણ આગળના ભાગમાં તો તેઓ સહમત હતા. તો પછી વધુ શું વિચારવાનું હશે ? એટલે કદાચ આગળનો ભાગ જ આપણે તો છાપામાં આપ્યો છે એટલે વાંધો નહિ હોય. આમ બનવામાં એક શંકા એ પણ લાગી કે, છાપામાં આપતાં પહેલાં એક નકલ નિવેદનની જયકાન્ત કામદારને તેમના અતિઆગ્રહથી આપી હતી. કદાચ અમદાવાદમાં જવાબદાર કોંગ્રેસીઓ સાથે આ અંગે વાતચીત થઈ હોય અને પછી શ્રીમન્નજીને થોડો વિચાર કરવા કહ્યું હોય એ બનવાજોગ છે. આ ઉપરથી એ સમજવાનું મળ્યું કે ગુપ્તતા ન રાખવી સારી છે પણ સાથોસાથ જાહેર કામોમાં સાત્ત્વિક મુત્સદીગિરી અને જાગૃતિ પણ જરૂરી બને છે.
મેં કહ્યું કે, હવે શ્રીમત્રજી પોતે જ જ્યારે આમ લખે છે અને નિવેદન હજી છપાઈ ગયું નથી તો ફરીથી પત્ર લખીને પ્રેસવાળાઓને અટકાવી શકાય છે. જો આમ ન કરીએ તો ગેરસમજ ઊભી થવાનો ભય રહે છે. મહારાજશ્રીએ કહ્યું, ભલે એમ કરો. પછી તો જ્યાં જ્યાં એ નિવેદન મોકલ્યું હતું. (૧) ગુજરાત સમાચાર (૨) સંદેશ (૩) જનશક્તિ ૪) પ્રભાત (૫) જન્મભૂમિ (૬) નવભારત (૭) કામદાર અને અંબુભાઈને
ભેરી” માટે આખું નિવેદન એ બધાને અમારો બીજો જવાબ ન આવે ત્યાં સુધી એ નિવેદન ન છાપવા વિનંતી લખી નાખી. એક વિચાર મીરાંબહેનને આવ્યો કે, બાવળાથી પોસ્ટ માસ્તર નિયમ પ્રમાણે જો એ પત્રો પાછા આપે તો બધી કડાકૂટ મટી જાય, ગેરસમજ પણ અટકી જાય. એ વાત સરસ લાગી એટલે રવિભાઈને બાવળા મોકલ્યા, પણ માસ્તરે કહ્યું, આદરોડાનો સિક્કો વાગ્યો એટલે એ પાછું ન આપી શકાય. તા. ૧૮-૯-પ૭ :
અગિયાર વાગે ચંપકભાઈ પુજારા પત્રકારોને લઈને આવી ગયા. સાથે કુરેશીભાઈ પણ આવ્યા હતા. ગાંધીહાટની મોટરમાં સૌ આવ્યા. લગભગ બે વાગે જમીને સૌ ગયા. ગુજરાત સમાચાર, સંદેશ, જનસત્તા અને પ્રભાતના ખબરપત્રીઓ હતા. સાથે કુરેશીભાઈ, ચંપકભાઈ અને મજૂર મહાજનવાળા વિઠ્ઠલભાઈ શાહ પણ આવ્યા હતા. ખૂબ સારી વાતો થઈ. મહારાજશ્રીએ મુખ્ય મુદ્દાઓનું એક નિવેદન તૈયાર કરી રાખ્યું હતું. તે સૌને આપ્યું. તેમાંથી મુદ્દાવાર છણાવટ થઈ. ખેતી, ખેડૂત અને પેદાશને સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
- ૯૭