________________
અંગે તટસ્થ પણ સક્રિય બળની આજે જરૂર અને બચત યોજના દ્વારા રાષ્ટ્રમાં એ મુદ્દા મુખ્ય હતા. ગ્રામસંગઠન, પૂરક બળ અને તેની કાર્યવાહી પ્રા. સંઘ પ્રેરક બળ બચત દ્વારા સહકારી મંડળીઓ લવાદી, શુદ્ધિ પ્રયોગ અને શાંતિ સેના અંગે કહ્યું. તા. ૨૦-૯-પ૭ :
આજે રાત્રે ૧૨-૩૦ વાગે સોમનાથ મેલમાં અમદાવાદથી મોટાભાઈ કાઠી અને આં. બા. પટેલ અહીં આવ્યા. પથાભાઈએ મને જગાડ્યો. હું નીચે ગયો. તો મોકભાઈએ અને આ. બા. પટેલે એક ગંભીર વાત કહી. તે એ કે તા. ૧૮મીના બપોરે ખાંભડાના પીતાંબરભાઈ પટેલનું ખૂન થઈ ગયું છે. એકદમ આંચકો લાગ્યો. મહારાજશ્રીને સવારના વાત કરવી એમ વિચારી સૌ સૂઈ ગયા, બધાંને ખૂબ વિચારો આવ્યા. તા. ૨૨-૯-પ૭ :
- રાત્રે મોટાભાઈ અને બીજા ખેડૂત ખાંભડાથી આવ્યા. તેમણે પીતાંબર પટેલના ખૂનની વિશેષ વાતો કરી. ખૂન ગુંદી ગામમાં થયેલું પણ પછી બહાર પાદરમાં નાખી આવ્યા હશે. વળી પહેલા મારી નાખીને પછી ઘા કર્યા હશે. ગામની અંદર બધા માણસો જોતા હતા પણ ઘણાં માણસોએ ઘેરી લીધેલા. તેથી કોઈ બોલી શક્યું નહિ. પીતાંબરભાઈએ ઘણી આજીજી કરી પણ બંદૂકથી મારી નાખ્યા. આ વખતે બે-પાંચ જણ વધારે સાથે હોત તો પણ મારી નાખવાની તૈયારી કરીને કાઠીઓ આવ્યા હતા. માણેકલાલભાઈ અને લોકલ બૉર્ડ પ્રમુખ છોટુભાઈને બધી વાત કરી પણ કાઠીઓ લગભગ મોટા ભાગના ભાગી ગયા છે. તેમણે કહ્યું અમારી મર્યાદા છે. તમે જેટલા પુરાવા આપશો એટલું બનશે. હિંમત રાખો. વગેરે કહ્યું.
પણ આવે વખતે જે ગુંડા લોકો હોય છે તેમને કંઈ જ થતું નથી. પોલીસખાતું લાંચિયું અને વિચિત્ર છે. કોર્ટમાં કાયદાને નામે ગુનેગારો છૂટી જાય છે. પરિણામે લોકો ભયભીત થઈ જાય છે, ડરી જાય છે અને ગુંડાઓનું રાજય કાયમ ચાલ્યા જ કરે છે. આને માટે કંઈક રસ્તો નીકળવો જોઈએ. લોકોની અકળામણ તો નજરે જોઈએ, સાંભળીએ ત્યારે જ ખ્યાલ આવે. બીનગુનેગાર માયો ન જાય એ જેટલું જોવાય છે તેના કરતાં ગુનેગાર છૂટી જાય તે તરફ જોવાતું નથી. રાત્રે ઘણી વાતો થઈ. મહારાજશ્રીએ
૯૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું