________________
ત્રીજી વાત સમાજમાં સારું ઘણું છે પણ નબળું પણ છે. પણ જ્ઞાતિના ટુકડેટુકડા થઈ ગયા છે. સાધુઓએ આમાં મોટો ભાગ ભજવ્યો છે. આ અમારા અને આ અમારા નહીં. એ લોકો ગમે તેવી સારી વાત કરે પણ સાંભળવાની જ નહિ. શાકભાજી ખરીદતાં જ્ઞાતિ પૂછતા નથી. ત્યાં તો સારી વસ્તુ સસ્તી મળે, ત્યાંથી ખરીદીએ છીએ પણ જયાં માનવજાતની કિંમત આંકવાની આવે છે ત્યાં સંગીનતા આવે છે.
તમો બધી બહેનો સાથે રહો. તે તમારી બહેનો છે તેમને ઉપયોગી થાવ. આ ત્રણ વાતો ઉપર તમે ધ્યાન આપજો એ વિનંતી.
ભણીને તમારી શક્તિ ગામડાંને આપજો. આ દેશમાં ગામડાં સમૃદ્ધ હશે તો જ દેશ સુખી થશે. ડેન્માર્કમાં કોઈપણ માણસ દસ વિદ્યાર્થી શોધી લાવે તો શાળા શરૂ થાય. શિક્ષકને પગાર શરૂ થાય. આપણે એમ નહિ તો બીજી રીતે પણ શિક્ષણ વધારવું પડશે. સરકાર એમાં પહોંચી વળવાની નથી. લોકો તમને પ્રશ્ન ના કરે, આ એક બેકારનો વધારો થયો.
શુક્લતીર્થ હાઈસ્કૂલમાં ૨૫૦ સંખ્યા, ૧૧ શિક્ષકો છે. - વિદ્યાર્થીના પ્રવચન બાદ વડોદરા યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ શિક્ષકો, ગામડાની હાઈસ્કૂલમાં પ્રત્યક્ષ અનુભવ માટે આવે છે. તે રીતે અહીં આવેલા. તેમની સાથે વાતાલાપ યોજાયો હતો. પ્રથમ મુખ્ય આચાર્યે ઓળખવિધિ કરી હતી. પછી શિક્ષકોનો પરિચય થયા બાદ શિક્ષણને લગતા પ્રશ્નો ચર્ચાયા હતા. સામાન્ય રીતે શિક્ષકોનો મત આઠમા ધોરણ પછી અંગ્રેજી દાખલ કરવું જોઈએ પણ ભારત આખામાં શિક્ષણ ધોરણ એકસરખું હોવું જોઈએ. વિદ્યાર્થીઓની શિસ્ત બગડી છે તે વિશે પણ રસપ્રદ ચર્ચાઓ થઈ હતી. કોઈએ કહ્યું, શિસ્ત બગડી નથી. કોઈએ કહ્યું, વિદ્યાર્થી પાસે કાર્યક્રમ નથી. છેવટે સાર એ નીકળ્યો કે શિસ્ત બગડી છે એ હકીકત છે. એને સુધારવા શિક્ષકો, સમાજ અને વિદ્યાર્થી ગણે મળી નિકાલ કરવો જોઈએ.
ચંદ્રશંકર ભટ્ટે પૂછ્યું કે, વિનોબા શિક્ષણ પ્રજાના હાથમાં મૂકી દેવા માગે છે. તેમાં આપનો શું મત છે ?
મહારાજે કહ્યું, વાત સુંદર છે. પણ લોકો વગર નહીં થાય. પ્રથમ પ્રાથમિક શિક્ષણ લોકોના હાથમાં આવે એ જરૂરી છે. બધાની તાલીમ મળે છે પણ હૃદયની તાલીમ નથી મળતી. માટે શું કરવું ? શુક્લતીર્થમાં પહેલાં ૧૪૪
સાધુતાની પગદંડી : પુસ્તક – છડું