________________
જાતને અને દેશને કેમ ઉપયોગી થવું એ વિચાર આપણે કરવાનો છે.
સૌથી પહેલી વાત એ લાગે છે કે આજના શિક્ષણમાં શિક્ષક, વાલી, વિદ્યાર્થી ત્રણે જણે મળીને જે તત્ત્વ ખૂટે છે તેને ઉમેરવું જોઈએ. બાપુએ એ તત્ત્વને ઉમેર્યું. નયી તાલીમ માટે રેંટિયો નહિ પણ સ્વાવલંબી જીવન એવો ઉદ્યોગ આવડવો જોઈએ કે ભણ્યા પછી તે પગ ઉપર ઊભો રહી શકે. આપણે ત્યાં કામ નથી એમ નહિ, કામ તો ઘણું છે. સ્વબળપૂર્વક જીવવું હોય તો કોઈ ને કોઈ ઉદ્યોગ શીખવો પડશે. ગાંધીજીએ કહ્યું બધાને જમીન આપી શકાય તેમ નથી પણ રૂપાંતર કરવાની ક્રિયાઓ ગામડાંમાં ઊભી કરીએ તો કેટલાંકને રોજી આપી શકાય. રેંટિયો એ સામાન્ય વસ્તુ નથી પણ અહિંસક સમાજરચનાની પ્રતિક્રિયામાં પાયાનું સાધન છે.
તમને કોઈ સવાલ પૂછે કે તમે સ્વાવલંબી થાવ એવું કંઈ મેળવ્યું છે? તો એ બાબતમાં આજની શાળાઓ પાછળ છે. કારણ વિગતોનું ભારણ વધારે છે. આપણે તેમાં ફેરફાર કરવાનો છે. આપણે ત્યાં કેટલાક સ્થાપિત સંસ્કારો પડેલા છે જે નવું કરવાનું, વિચારવાની ના પાડે છે. આપણે તેમાં સુધારો કરવાનો છે. રેંટિયો સામાન્ય વસ્તુ છે, પણ એક ટેવ પડી તે બીજી અનેક ટેવો પાડવામાં ઉપયોગી થાય છે. કેટલીક શાળામાં ઉત્પાદક શ્રમ કરવામાં આવે છે. દોઢ માઈલ જવા મોટર માટે અડધો માઈલ ચાલે. અડધો કલાક ખોટી થાય પણ પગે ચાલીને જઈ શકાય નહિ. આ પરાવલંબન આપણે કાઢવું પડશે. કૉલેજોમાં એવું થતું નથી. તેઓ કામ શું કરે છે એ હું જોઉં છું તો હડતાલ કેમ ન પાડવી તે માટે ઉપપ્રશ્ન કરે છે. હડતાલ ક્યાં અને ક્યારે પાડવી તેનો કોઈ સિદ્ધાંત હોતો નથી. વ્યસનો કાઢવાં, ખરાબીઓ કાઢવા હડતાલ પાડતા નથી.
રાજકારણથી નિર્લેપ રહેવાની વાત કરવી સહેલી છે પણ કેવળ નિર્લેપ રહેવું મુશ્કેલ છે. તમો સીધા રાજકારણમાં ના પડો. પણ રાજકારણથી પરિચિત રહો. રામાયણ આપણને પ્રિય લાગે છે કારણ કે વ્યક્તિનું જીવન સમાજના જીવન અને આધ્યાત્મિક સાથે સંકળાયેલું છે. દરેક દેશમાં કઈ કઈ પદ્ધતિ ચાલે છે તેનો અભ્યાસ કરો. તમારા મંડળમાં લોકશાહીનો અમલ કરો. સફાઈ ક્યારે કરવી, રજાઓ ક્યારે પાડવી, એ બધું વિચારી શકાય. સમાજને ઉપયોગી પણ થઈ શકશે.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૪૩