________________
ગામમાં ફરી બધા નિવાસે આવ્યા. નિવાસે મહારાજશ્રીએ પ્રાસંગિક કહેતાં ગામના પ્રેમનો સંતોષ વ્યક્ત કર્યો. પ્રજામાં ધનની પ્રતિષ્ઠા ન વધે તેમ બહેનો માટે લાઘવગ્રંથિ ના રાખે તે જોવા કહ્યું. ગામના વેપારીઓ બહારથી આવી વસ્યાં છે. તો જે પછાત જનતામાંથી કમાયા છે તેમને ન ભૂલે. જુગતરામભાઈ પણ એક પ્રકારના વેપારી છે પણ તેમનો વહેવાર જુદા પ્રકારનો છે. તમારી નજીક જ રહે છે.
પ્રેમશંકર ભટ્ટ (જિલ્લાના અગ્રણી) અંતમાં મહારાજશ્રીનો આભાર માની ફરી ફરી આવો લાભ આપવા વિનંતી કરી હતી.
બપોરે સાડા ત્રણથી સાડા ચાર વિદ્યાર્થીઓનું સંમેલન રાખ્યું હતું. પછીથી ગુજરાતી શાળા જે મુંબઈ રાજ્યમાં નઈ તાલીમની દૃષ્ટિએ ઊંચો નંબર ગણાય છે. શિક્ષકો બહુ ઉત્સાહી અને કાર્યક્ષમ લાગ્યા. વિદ્યાર્થીઓનો સહકારી ભંડાર તેના હિસાબ-કિતાબ, સફાઈ મંડળ, વ્યવસ્થાપક મંડળ વગેરે ચાલે છે. બૉર્ડ ઉપર સુશોભિત રીતે જરૂરી એવી સામગ્રી ભાવ સાથે લખેલી હોય છે. બગીચો પણ સારો છે. આઝાદી દિને વૃક્ષારોપણ પણ કરે છે. શાળામાં સુશોભન વગેરે સારું કર્યું છે. મહારાજશ્રીએ બાળકો સમક્ષ પ્રવચન કર્યું હતું. નવડાની બડાઈ શા માટે છે તે સમજાવી તેવા બનવા કહ્યું હતું. નિશાળ ત્રણ ઠેકાણે બેસે છે. ૧૪ શિક્ષક છે. નિશાળના કંપાઉન્ડમાં જ ચૌધરી લોકોનાં ઝૂંપડાં છે. તેઓ જૂના રહીશ છે. ગણોતના કાયદાને લીધે રક્ષિત છે તેથી હવે ખાલી કરતા નથી. તેમને બીજે જમીન આપે છે પણ જવા ઇચ્છા થતી નથી.
આજે છેલ્લો દિવસ હતો. ડૉ. એમ. એમ. પંડ્યાએ મહારાજશ્રીને અંજલિ આપતું ગીત છપાવીને લોકોમાં વહેંચ્યું હતું. તેમણે સભામાં બે શબ્દો બોલતાં કહ્યું, મારી સમજ મુજબ કોઈ સંતપુરુષે મઢીની સમગ્ર જનતા ઉપર આટલો પ્રભાવ પાડ્યો હોય તો તે સંતબાલજી છે.
આશ્રમની બાળાઓએ ‘અમે પ્રેમનગરના વાસી’ ગીત સુંદર રીતે ગાયું હતું. મઢી કન્યા આશ્રમની બહેનો આ ત્રણે દિવસે રાત્રિ પ્રવચનમાં હાજર રહી બપોરના કાર્યક્રમોમાં પણ આવતી. આશ્રમના સંચાલકો પણ આવતા. આ રીતે તેમને તક આપી, તેથી બાલિકાઓને ખૂબ આનંદ થયો હતો. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૬૭