________________
બતાવ્યું છે તેથી ગ્રામસંગઠન અને કૉંગ્રેસ વચ્ચે જે ફાટ પડતી ચાલી છે તેને પુરવાનો રસ્તો મહારાજશ્રીને ઉપવાસ સિવાય બીજો લાગતો નથી વગેરે વાતો થઈ. છેવટે સભ્યોએ વિચાર્યું કે એક વાર મગનભાઈને બોલાવી વાતો તો ક૨વી જ. એટલે છોટુભાઈ અને વીરાભાઈ તેમને મળવા ગયા.
તા. ૧૧-૧-૫૭ :
વહેલી સવારની પ્રાર્થના પછી તરત શાંતિસેનાનું કામ શરૂ થયું. બંધારણમાં કેટલાક શબ્દો ઉ૫૨ ચર્ચા થઈ. પછી સભ્યો નોંધાયા. અમદાવાદમાં તાત્કાલિક એટલે કે ૧-૨-૫૭ થી શુદ્ધિપ્રયોગની શરૂઆત કરવી અને એ રીતે જે લોકો સભા તોડવાની પ્રવૃત્તિ કરે છે તેને અટકાવવા માટે છોટુભાઈ, જયંતિભાઈ અને સુરાભાઈ કામગીરી ક૨શે. નાનચંદભાઈ ગણોતધારા શુદ્ધિપ્રયોગનું કામ સંભાળશે. મદદમાં ચીનુભાઈ ભરવાડ રહેશે. હરિભાઈ અને અંબુભાઈ, પ્રાણભાઈ, ફૂલજીભાઈ, વીરાભાઈ ચૂંટણીનું સંભાળશે. આ રીતે કામની ગોઠવણી કરી લીધી. બપોરના સૌ છૂટાં પડ્યાં. સાંજના મુનિઓ સાથે વાતો થઈ.
તા. ૧૨-૧-૫૭ :
સારંગપુર યાત્રાનું ધામ છે. બે મોટાં સ્વામીનારાયણનાં મંદિર છે. નવું મંદિર વધારે ભપકાદાર છે. ગામ આખું મંદિરનું છે. જૂનું મંદિર વધારે ખ્યાત બન્યું છે. શનિવારે લોકો ઝાંડભૂત કઢાવવા આવે છે. હનુમાનનું મંદિર તેમાં મુખ્ય છે.
તા. ૧૩,૧૪,૧૫-૧-૫૭ : સમઢીયાળા
સારંગપુરથી નીકળી સમઢીયાળા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ગામલોકોએ મોટી સંખ્યામાં આવી વાજતે-ગાજતે સ્વાગત કર્યું. સ્ત્રીઓ પણ ઘણી હતી.
આજે બંને મેવાડી મુનિઓ સારંગપુરથી જુદા પડ્યા. તેઓ ગોધાવડા ગયા. અમો આ બાજુ આવ્યા. ગ્રામ સંગઠનનો બહુ સારો અભ્યાસ તેમણે કર્યો. જૈન ધર્મને સમાજ જીવનની ઉત્કર્ષમાં વ્યાપક કેમ બનાવી શકાય તે સમજીને ગયા. હવે મારવાડ તરફ ચાલુ રચનાત્મક કામ કરવાની ઇચ્છા ધરાવે છે. બંને મુનિઓ ખૂબ નમ્ર જિજ્ઞાસુ અને પવિત્ર લાગ્યા. મોટા મુનિ સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૨૯