________________
થલેટાના કેટલાક ખેડૂતો મળવા આવ્યા. તેઓ વર્ષોથી જમીન ખેડે છે એટલે કાયમી ગણોતિયા છે. પણ દરબારે એમને ભય, લાલચથી ચાલુ ગણોતિયા તરીકેના હક્કો લખાવી લીધા છે એની ચર્ચા કરી. તા. ૨૧-૫-પ૭ : લિયા
વસવાથી લિયા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ગાંડાભાઈના ઉતારે રાખ્યો હતો. રાત્રે જાહેરસભા થઈ. ભરવાડ, હરિજન, કોળીપટેલ વગેરે સૌ ખેડૂતો આવ્યા હતા. તા. ૨૨-૫-પ૭ : કરકથલ
લિયાથી કરકથલ આવ્યા. અંતર સાડા ત્રણ માઈલ હશે. ઉતારો પંચાયતમાં રાખ્યો હતો. ગામલોકોએ સ્વાગત કર્યું. આ સાથે ખેડૂત મંડળનું જિન થયું છે. તેની મુલાકાત લીધી. છવ્વીસ હજારમાં મકાનો, એન્જિન વગેરે સાથે ખરીદ કર્યું છે. આ સાલ લગભગ છસ્સો ગાંસડીનું કામ થશે.
રાત્રે સભા રાખવાની હતી પણ વાવાઝોડું અને વરસાદ થયો એટલે બંધ રાખ્યું. પ્રાણભાઈ શાહ, ભલાભાઈ રબારી અમારી સાથે હતા. તા. ૨૩-૫-પ૭ : હાંસલપુર
કરકથલથી નીકળી હાંસલપુર આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો પંચાયતઘરમાં રાખ્યો હતો. ગામલોકોએ સ્વાગત કર્યું. અહીં ખેડૂતમંડળ સંચાલિત સોસાયટી છે. તેનું પોતાનું મકાન ઊભું કર્યું છે. અહીં સેટેશ્વર મહાદેવનું પ્રખ્યાત મંદિર છે. શ્રાવણ માસમાં મેળો ભરાય છે. મુનિની શેઠ કહેવાય છે તે તળાવ પોણો માઈલ દૂર છે. તા. ૨૪, ૨૫, ૨૬-૫-પ૭ : વિરમગામ
હાંસલપુરથી નીકળી વિરમગામ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો તાલુકા સમિતિમાં રાખ્યો. કાર્યકરોએ સ્વાગત કર્યું. રસ્તામાં બજાણિયા લોકોનું એક પરું આવ્યું. તે લોકોનો આગ્રહ હતો કે અમારે ત્યાં થોડો વખત બાપુ પધારે. તેઓએ ઢોલ, પડઘમ અને મશકના સુંદર સરોદો સાથે સામે આવી સ્વાગત કર્યું. મહારાજશ્રીએ તેમને દારૂ, માંસનો ઉપયોગ નહીં કરવા અને બાળકોને ભણાવવા તેમજ ખેતી, ગૃહઉદ્યોગ વગેરે કરવા જણાવ્યું.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૬૫