________________
સમિતિની ચર્ચામાં એ વાત આવી કે ભૂમિદાનવાળાઓ આજે જે રીતે કામ કરી રહ્યા છે એ કૉંગ્રેસને નબળી પાડવાનું અને વિઘાતક બળોને આડકતરી રીતે ટેકો આપવાનું કામ કરે છે. મહારાજશ્રીએ એ બધાની સાથે વિધાયક રીતે કામ લેવા સલાહ આપી.
અંબુભાઈએ એક લેખિત નિવેદન પણ આપ્યું. સમિતિને બીજી કેટલીક વાતો લખીને પણ આપી છે. ગ્રામસંગઠનની વાત દરેકને ગળે ઊતરે છે. કઈ રીતે કામ ગોઠવવું એ જ સવાલ છે. વળી, એ વાત ઉપલા થરના લોકોને ગળે ઉતરાવવી જોઈએ. જયારે મહારાજશ્રી નીચેના પાયાના માણસો કે જે એ વાત સમજવા પ્રયત્ન કરે છે એવા નાના નાના કાર્યકરો સમજીને ઉપરનાને સમજાવશે, ત્યારે સાચું બળ આવશે. લગભગ અઢી કલાક વાતચીત થઈ. તા. ૧૬-૫-પ૭ : ઝોલાપુર
શિયાવાડાથી નીકળી ઝોલાપુર આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારી પંચાયત કચેરીમાં રાખ્યો હતો. રાત્રે જાહેરસભા સારી થઈ હતી. તા. ૧૭, ૧૮-૫-પ૭ : બકરાણા
ઝોલાપુરથી નીકળી બકરાણા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો જયંતીભાઈ શાહને ત્યાં રાખ્યો હતો. ગામલોકોએ સ્વાગત કર્યું. બળદેવભાઈ સાથે હતા. તેઓ ખેડૂત મંડળની કારોબારી સમક્ષ હાજર થયા અને એના દુઃખ બદલ મહારાજને ઉપવાસ કરવો પડ્યો એ અંગે વાતો કરી. એમને પોતાની ભૂલ સમજાઈ. મહારાજશ્રીએ કહ્યું કે આપણે વ્યક્તિ કરતાં સંસ્થાનું મહત્ત્વ વધારવું જોઈએ, વ્યક્તિનિષ્ઠાથી કેટલીય ખરાબીઓ પેદા થાય છે. તમારે સંસ્થા સામે આવવું જોઈએ અને પોતાના જે વિચારો હોય તે રજૂ કરવા જોઈએ. વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા દરેકને હોવી જોઈએ. એટલે તમને લાગતું હોય કે ભૂલ થઈ છે તો તમારે મંડળને એ બાબતનો પત્ર લખી જણાવવો જોઈએ. આનાથી એક સારો ચીલો પડશે. રાત્રે જાહેરસભા રાખી હતી. તા. ૧૯, ૨૦-૫-૫૩ : વસવા
બકરાણાથી નીકળી વસવા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો.
६४
સાધુતાની પગદંડી : પુસ્તક – છડું