________________
હતાં. ભરવાડ પક્ષમાંથી મુખ્ય તત્ત્વો કનુભાઈ અને મતાદારને ચર્ચામાંથી બાકાત રાખ્યા હતા. બધી વિગતો જાણી ભરવાડની સાથે દેવશી પટેલ પણ એ પક્ષમાં હતા જ. રાત સુધી ચર્ચાઓ થઈ. છેવટે તેનો લવાદ સ્વીકારવા તૈયાર થયા. હવે કોળી પક્ષને તૈયાર કરવાનો હતો. તેઓ ૧૯મીએ અહીં આવવાનું નક્કી નહોતું તેથી આવી શક્યા નહોતા. બગોદરાવાળા લક્ષ્મણભાઈને ધોળી કેશુભાઈને સમજાવવા જવા કહ્યું. તેમણે સાથે કોઈ કાર્યકરને મોકલવાની માગણી કરી. મહારાજશ્રીએ કહ્યું કે તમે જ જાઓ. કાર્યકર આવશે તો તે પક્ષકાર ગણાઈ જશે. તેમને તો પંચમાં જ લઈશું પણ તેમને એ વાત ગળે ઊતરી નહિ.
રાત્રો આ પ્રશ્ન ઉપર જરા ગરમાગરમ ચર્ચા થઈ. લક્ષ્મણભાઈ ન ગયા એટલે મહારાજશ્રીએ તેમને ઠપકો આપ્યો. તેઓ કહે, કોઈ કાર્યકરને તો સાથે મોકલતા નથી. હું એકલો શું કામ ટાંટિયા તોડું. કેશુભાઈ, ધોળીવાળા સવારે તમે જજો – કહીને ચાલ્યા ગયા. વગેરે. તા. ૧૮-૪-પ૭ :
આજે સવારના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મગનભાઈ શંકરભાઈ શિયાળમાં મહારાજશ્રીને મળવા આવ્યા. તેમની સાથે મંત્રી વિજયકુમાર ત્રિવેદી, મનુભાઈ પટેલ, ચીમન પટેલ, કાયમી મંત્રી નાનુભાઈ, દેરાસરી હતી. પ્રથમ પ્રમુખ અને મહારાજશ્રીએ અંગત વાતો કરી. તે સમય દરમ્યાન બીજાઓને મેં દવાખાનું, સર્વોદય કેન્દ્ર વગેરે બતાવ્યું. ભાલનો ખ્યાલ આપ્યો. પછી બધાં એકત્ર બેઠાં. ચૂંટણી, ગ્રામસંગઠન અને કૉંગ્રેસના સંબંધો તથા ગણોતધારા અંગે વાતો થઈ. ગણોતધારામાં એ લોકો પ્રજા માફક જમીનદારોને માને છે, જ્યારે મંડળ શ્રમજીવીઓ એટલે કે ગણોતિયાને માને છે. આ મતભેદનો મુદ્દો રહ્યો. બંને પક્ષ જવાબદારીથી કામ કરે તો ખર્ચામાંથી બચી જાય.
એ અંગે ગુજરાત પ્રદેશ સમિતિ એકાદ નિવેદન કરે તો સારું એવી વાત થઈ.
એ ભાઈઓને સામાજિક, આર્થિક સ્વતંત્ર નીતિવાળાં સંગઠનો કોંગ્રેસથી અલગ હોય તો કોંગ્રેસ નબળી પડે એમ લાગે છે. તેમનું કહેવું એમ હતું કે કૉંગ્રેસની અંદર ગામડાંને દાખલ કરી મંડળનું કામકાજ કૉ ગ્રેસી સમિતિ
૫૪
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું