________________
લાગે છે. મહારાજશ્રી અહીં આવ્યા એટલે બંને પક્ષકારો અને એમના આગેવાનો - શિયાળથી કનુભાઈ મુખી, મેઘા મતાદર, નારણ પટેલ, કેશવલાલ શેઠ વગેરે આવ્યા. વેજીથી ભગવાન મતાદર અને બીજા ભરવાડો આવ્યા હતા. મહારાજશ્રીએ તેમને સાંભળ્યા. સૌને સલાહ આપી કે સરકાર કરતાં આ ઝઘડો લવાદીથી પતાવો. જંગલેશ્વરજી મહારાજ પણ આવ્યા હતા. તા. ૧૭મીએ શિયાળ ભરવાડ પક્ષ આવશે પછી ૨૧મીએ બગોદરા બધા પક્ષ આવે તેમ કરશો. મીઠાપુરના લોકો સ્વાગત માટે આવ્યા નહોતા. એ પરથી ઝઘડાનો નિકાલ કરવાની તેમની ઈચ્છા નથી એવી છાપ પડેલી. પણ પછી કેશુભાઈ અને બગોદરા વગેરેની સમજાવટથી મળવા આવ્યા હતા. તા. ૧૪ થી ૨૦-૪-૫૭ : શિયાળ
મીઠાપુરથી નીકળી શિયાળ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો કસ્ટમના બંગલે રાખ્યો. કાશીબહેન હાજર જ હતાં.
મહારાજશ્રીને મહેસાણા જિલ્લાના ઊંઝા મ્યુ. પ્રમુખ અને કોંગ્રેસના કાર્યકર શ્રી બુધાભાઈ અને હરિજન શિક્ષક આલજીભાઈ વચ્ચે સહકારી મંડળીમાં ગોટાળા અંગે ઝઘઢો ચાલતો હતો તેનો નિકાલ મહેસાણામાં વિજયકુમાર અને મફતલાલ ધારાસભ્ય રૂબરૂ મહારાજશ્રીની હાજરીમાં થયો. ઘરમેળે સમાધાન કરવું અગર એક હજાર રૂપિયા આલજીભાઈએ બુધાભાઈને આપ્યા છે, તે બુધાભાઈએ પાછા આપી દેવા. આ બંનેમાંથી આજ સુધી કોઈએ નિકાલ કર્યો નથી. મહારાજશ્રીએ તેમને વારંવાર ચેતવણી આપી. છેવટે પોતે તો ત્રણ ઉપવાસ કરી પ્રભુ પ્રાર્થના કરવાનું વિચાર્યું છે. વિશ્વ વાત્સલ્ય માટે નોંધ પણ લખી છે. ઉપવાસ આજથી શરૂ થાય છે અને આલજીભાઈબુધાભાઈને પટાથી જાણ કરી છે.
ઉપવાસમાં પણ મહારાજશ્રીએ ચર્ચાઓ અને લખાણ ચાલુ રાખેલું. આજે પ્રથમ દહાડે, મેઘા મતાદાર, કનુ મુખીએ શ્રીરામપુરના ઝઘડા અંગે ઘણી ચર્ચાઓ કરી હતી. તા. ૧૩-૪-૫૭
આજે મહારાજશ્રીને પારણાં થયાં. બપોરના મીઠાપુરનો ભરવાડ પક્ષ તેમની વિગતો કહેવા આવ્યો તે વખતે ગુંદીથી અંબુભાઈ, નવલભાઈ, ખડોલથી કેશુભાઈ, પરષોત્તમભાઈ તથા ધોળીથી કેશુભાઈ વગેરે આવ્યાં સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
પ૩