________________
સામનો કરવામાં ડરે છે પણ ધર્મની રીતે અહિંસક સામનો કરવાનો હોય છે ત્યારે ડર રહેતો જ નથી. ઊલટું હિંમત ના હોય તો આવી જાય છે. શુદ્ધિ થાય છે અને શુદ્ધિ કરાવે છે.
બાદમાં મુનિ ડુંગરસિંહ અને નેમિચંદ્રજી મહારાજે આ પ્રયોગના પોતા ઉપર પડેલા પ્રભાવ વિશે કહ્યું. ખૂબ આનંદિત થયાં.
મુનિશ્રી સંતબાલજીએ જણાવ્યું કે તમો ૩૫ ગામના ભાઈઓ આવ્યાં છો. શુદ્ધિપ્રયોગમાં ઉપવાસ અંગે બેસનારા તમો પણ છો. સંતબાલજી તો નિમિત્ત છે. કુદરત કડી સાંધી દે છે એટલે ગ્રામસંગઠન ઉપર તમે સૌ એકાગ્ર થાવ. હજી તો ઘણા કામ ક૨વાનાં છે. દુનિયા લશ્કર ઉપર આધાર રાખે છે પણ જો તેને શુદ્ધિપ્રયોગ ઉપર શ્રદ્ધા બેસાડી શકાય તો ઘણું મોટું કામ થાય. તમે ખેડૂત છો એટલે બહુ નાના છો. તેથી લાઘવગ્રંથી રાખવાની જરૂર નથી. તમને આ બધાં સંતો આશીર્વાદ આપે છે. મેં જયારે મંદિરના અન્યાયની વાત સાંભળી ત્યારે ઘણું દુ:ખ થયું. શ્રીજી મહારાજ નથી. એટલે એ અનુયાયીઓને સદ્બુદ્ધિ કેમ મળે, તેના જાપ ચાલુ રહ્યા અને ન્યાય જીત્યો. વ્યક્તિઓ દોષિત છે કે નહીં તેનો વિચાર જ કરીએ પણ ભૂલોને ભૂલીએ. હિરજનો હજુ દૂર બેઠા છે. તે વધારે નજીક કેમ બેસે, તેમને થોડોક ફડક હોય છે. આ બધા ગયા પછી અમને અટકાવશે એવી ફડક આપણે દૂર કરવી પડશે. ભેગા બેસીને જમવાની વાત તો સૌની ઇચ્છાની વાત છે, પણ સાથે બેસાડતાં નહિ અચકાવવું જોઈએ. તમો અઢી કલાક બેઠા અને સાધના કરીને જે ધન્યવાદને પાત્ર છે, જે પાંચ ભાઈઓએ હામી બનાવી તેને ધન્યવાદ. મીરાંબહેનને એકદમ ઊર્મિ આવી ગઈ અને અહીં ૨૭ દિવસ રહ્યાં. તેમાં ઘડવાની - ઘડાવાની તક મળી. અનેક નામીઅનામીએ મદદ કરી છે. નારણભાઈને પ્રમુખપદ આપીને, તમે તેમની યોગ્ય કદર કરી છે. આપણે ગુણના સેવાના પૂજારી છીએ. આ ભારતમાં એવી પ્રગતિ કરીએ. કૉંગ્રેસનો સાથ લઈને પ્રગતિ કરીએ. આખા વિશ્વમાં શાંતિ સ્થાપવામાં ભારતને નિમિત્ત બનાવીએ. એક વિચાર આવ્યો હતો કે કોઈ મોટાં સંમેલનમાં આ ભાઈઓને બોલાવીએ પણ મને લાગ્યું કે સ્થળ ઉપર થાય તો સારું. એ પ્રમાણે તમે કર્યું. ખર્ચ થયેલું તેની પણ અહીં જાહે૨ાત થઈ. તેથી મને સંકોચ થાય છે, કારણ કે જે નહીં આપે તેને સંકોચ થવાનો ભય રહે છે.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૨૭