________________
આ નિવેદન પછી ફૂલજીભાઈ વગેરેના પ્રત્યાઘાતો બહુ સારા ના પડ્યા. કાર્યકરોને પણ ના ગમ્યું. સાંજના સૌ છૂટા પડ્યા.
સુરાભાઈ, પૂંજાભાઈ અને સરતાનભાઈ રોકાયા. રાત્રે તેમની સાથે વાતો થઈ. ગોપાલક ખેતી મંડળીઓ સ્થપાય છે અને જમીનોમાં વાંધા પડે છે. એટલા માટે એવું નક્કી થયું કે ખેડૂત મંડળના કાર્યકરને ગોપાલક મંડળે જમીન વહેંચણી વખતે હાજર રાખવો અને સલાહ-સંપથી કાર્ય પતાવવું એમ વિચાર્યું. બીજે દિવસે સવારે તેઓ સૌ ગયા.
તા. ૨૯-૬-૫૭ : મોરૈયા
વાઘજીપુરાથી સાંજના સાડા ત્રણ વાગે નીકળી મોરૈયા આવ્યા. વાદળાં ચઢેલાં હતાં પણ સુખરૂપ આવી ગયા. અંતર સાડા ચાર માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો. તારાબહેન અને બાળકો વગેરે ઠેઠ સુધી વિદાય આપવા આવ્યાં હતાં.
તા. ૩૦-૬-૫૭ : મટોડા
મોરૈયાથી નીકળી મટોડા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો ડાહ્યા ઊકાના મકાનમાં રાખ્યો હતો.
આદરોડામાં ચાતુર્માસ પ્રવેશ
તા. ૫-૭-૫૭ થી તા. ૭-૧૧-૫૩
તા. ૧-૭-૫૭ :
મટોડાથી નીકળી સાંજના રાત રનોડા રોકાઈ સવારના આદરોડ આવ્યા. અંતર સાડા છ માઈલ હશે. ઉતારો પથાભાઈના મેડા પર રાખ્યો હતો. ગામલોકોએ સુંદર સ્વાગત કર્યું. ધૂન બોલાવતાં સરઘસ આકારે સૌ નિવાસે આવ્યા. આવીને પ્રાસંગિક કહ્યું.
સાણંદથી મણિબહેન અને બળદેવભાઈ આગળથી આવ્યા હતા કારણ કે અહીંનો ભંગી પ્રશ્ન જે હતો તે પતે નહિ તો મહારાજશ્રી અનાજ લેવાના નહોતા પણ મહારાજશ્રી રૂબરૂ જેમને જે આપવાના હતા તેમને આપી દીધા એટલે એ પ્રશ્ન પતી ગયો.
સાંજના ધંધૂકાથી હિ૨ભાઈ શાહ, સરતાનભાઈ અને જીવાપુરના બે ખેડૂતો જમીન અંગેના પ્રશ્નમાં સલાહ લેવા આવ્યા હતા. તેમને માર્ગદર્શન આપ્યું. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૭૧