________________
સમિતિએ ખેડૂત મંડળને અમાન્ય કરતું નિવેદન બહાર પાડ્યું તે અંગે ચર્ચાઓ ચાલી. મોરારજીભાઈના આવેલા પત્રો વાંચી સંભળાવ્યા. સૌને લાગ્યું કે આ રીતે કોંગ્રેસ પોતાની પકડ રાખવા જે કંઈ કરી રહી છે તેથી તેને અને ગામડાંને નુક્સાન છે. સંતબાલજી અને ખેડૂતમંડળ અલગ છે જયારે કૉંગ્રેસી ભાઈઓ એક માને છે એટલે ગોટાળો થાય છે. આ અંગે મધ્યસ્થ પ્રાંતિક મંડળ એક નિવેદન બહાર પાડશે.
બીજું ફૂલજીભાઈ અંગે તા. ૨૫મીના સંદેશમાં એક લખાણ આવ્યું છે. તે ખેડૂત મંડળ અંગે ગેરસમજ ફેલાવનારું છે. તે અંગે વિશ્વવાત્સલ્યમાં ફૂલજીભાઈએ ખુલાસો કરતો પત્ર લખ્યો.
ત્યારબાદ અનાજના ભાવો માટે જે અશોક મહેતા સમિતિ નીમી છે તેને મેમોરેન્ડમાં આપવા ચર્ચાઓ ચાલી.
આ ચર્ચા રાત્રે પ્રાર્થના બાદ પણ ચાલુ રહી હતી.
આજે સવારના સાડા સાત વાગ્યાથી ખેડૂત મંડળ અને કૉંગ્રેસ પ્રદેશ સમિતિએ આપેલા નિવેદનો અંગે જયંતીભાઈને જે નિવેદન લખ્યું અને મધ્યસ્થ સમિતિએ મંજૂર કરવાનું હતું તેના ઉપર ચર્ચાઓ થઈ.
પછી અનાજ ભાવો માટે અશોક સમિતિ તરફથી જે પ્રશ્નાવલી આવી હતી તેના જવાબ મંડળે લખ્યા છે એ ઉપર ચર્ચાઓ ચાલી. બપોર પહેલાં નવલભાઈ, હરિવલ્લભભાઈ, પ્રતાપભાઈ અને બીજા કારોબારીના ખેડૂતો આવી ગયા હતા.
બપોરે મિટિંગ શરૂ થઈ. નવલભાઈએ ત્રણ ઠરાવો મૂક્યા. એક તો અંગ્રેજી જે ૫, ૬, ૭ના ધોરણથી કમી કર્યું છે, તેને ફરીથી દાખલ કરવાની વાતો ચાલે છે, તે ગામડાં માટે ભારે નુક્સાનકારક છે. ભારતના બંધારણમાં ૧૪ વરસ સુધીની ઉંમરમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત આપવા ઠરેલું છે. જો પ, ૬, ૭ ધોરણમાં અંગ્રેજી દાખલ થાય તો અંગ્રેજી માધ્યમિક શિક્ષણ થઈ જાય છે એટલે ફરજિયાતમાંથી બચી જાય છે. વળી માધ્યમિક શિક્ષણ શહેરોમાં મળે એટલે ગામડાંનો સાત ધોરણના વિદ્યાર્થી હાઈસ્કૂલમાં દાખલ થાય તો પાંચમી ગુજરાતીથી ફરી શરૂ થાય. એટલે શ્રીમંત લોકો ચાર ગુજરાતી પાસ કરીને તરત શહેરની હાઈસ્કૂલમાં દાખલ કરશે. પરિણામ એ આવશે કે પાંચ, છ, સાત ગુજરાતી ધોરણ ધીમે ધીમે બંધ થશે. પાયાની
૭૬
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું