________________
અહીં સાંજે નાનચંદભાઈ આવ્યા. તેમણે ગોરાસુના કિસ્સા અંગે વાતો કરી. અહીં એક સ્ત્રીનું ખૂન કરી કૂવામાં નાખી દીધી હતી. તેને બાળી નાખી હતી. સમાજમાં આવા છૂપાં પાપો થાય, સ્ત્રી જાતિ પ્રત્યે અન્યાય થાય તેનો સમાજ જવાબ ના લે, ગુનેગારોને ઉઘાડા ના પાડે તો ગુના વધતાં જાય. છોકરાના બાપા પીપળાના વતની છે. તેમણે ઉમરગઢ મુકામે મંડળને આ બાબતની તપાસ કરવા ખેડૂત મંડળને અરજી આપી. આ ઉપરથી નાનચંદભાઈએ તપાસ આદરી. ગામ આગેવાનોએ ભેગા મળી કહ્યું કે તમો અમને આઠ દિવસની મહેતલ આપો. અમે તપાસ કરી તમને જવાબ આપીશું. એથી નાનચંદભાઈ એટલા દિવસ બહારગામ જઈ આવ્યા. તા. ૧૩-૪પ૭ના રોજ એ મુદત પૂરી થાય છે. એ અંગે પછી શું કરવું તેની સલાહ લેવા, મહારાજશ્રીને મળવા આવ્યા હતા. આ પ્રશ્નની તપાસ કરતાં પ્રશ્ન સાચો લાગ્યો છે. બાઈને મારી નાખી છે. તેની સાસુ, તેની જેઠાણી ધૂણે છે. શબર ઉપરની નિશાની, મડદાને છ માણસો ખોઈમાં નાખી કૂવામાં નાખવા રાત્રે લઈ જતાં એક ભાઈએ જોયાં... વગેરે બાતમી મળી છે.
- હવે શુદ્ધિપ્રયોગ કરવો પડશે. પહેલ જ્ઞાતિની મદદથી કરવી પડશે. બહેનો વધારે ભાગ લે તેમ સલાહ આપી. સરકારી ખાતાંથી જાગૃત રહેવાની પણ સલાહ આપી. નાનચંદભાઈ સવારના ગયા. તા. ૧૧-૪-૫૭ : ધોળી
ખસ્તાથી નીકળી ધોળી આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો ઉતારામાં રાખ્યો હતો. અહીં હરિપુરના પટેલ-કોળીના પ્રશ્ન અંગે તળપદા પંચને બોલાવ્યું હતું. મોહન જયા પણ આવ્યા હતા. છેવટે વાતને અંતે એ ભાઈ ચાલ્યા ગયા. જામીન આપવાની વાત આવી. જૂના જામીન તૈયાર ન થયા. બીજા જામીન તૈયાર કરવા માંડ્યા. નાતની પણ સહી લખાવી આપી, એટલે એ ચાલ્યા ગયા. વાલી તરીકે છોકરાના મળ્યા છે પણ કાકો બે છોકરાંને પાળે છે. સો વીઘા જમીન છોકરાની છે. તે પેટે ૨૦૦ રૂપિયા મોહનભાઈ આપે. રાત્રે મહારાજશ્રીએ ફરી લોકોને બોલાવી કહ્યું, હવે શું કરશો ? જાંતરડાવાળા ઓઘડભાઈ જે સાક્ષી છે તેમણે કહ્યું, હું તેને ફરી મળીશ. ૬૦૦ રૂપિયા ત્રણ વરસ આપશો તો નાતની સલાહ લઈને કરીશ એમ કહ્યું.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૫૧