________________
છે. હિંદુઓ બાળે છે. પછી તો ધૂળ અને રાખ થઈ જાય છે. ચાવલ અને ચોખા એક જ છે. નામ જુદાં છે. ભાષા જુદી છે. તમે આ બધું વિચારજો. મીડલ સ્કૂલમાં પ્રવચન :
ગઈ કાલે હાઈસ્કૂલમાં કેટલીક વાતો કરેલી. આજે બીજા પ્રકારે ત્રણ વાતો કરવાની છે. ભારતમાં વધુમાં વધુ ત્યાગી અને તપસ્વીઓ થયા છે એ આ દેશની વિશેષતા છે. બીજા દેશોમાં તત્ત્વજ્ઞાનીઓ નથી થયા એમ નહિ પણ ફેર એટલો છે કે ત્યાંના ત્યાગીઓની પ્રતિષ્ઠા વ્યક્તિગત રહી છે. હિંદની ત્યાગની પ્રતિષ્ઠા દેશવ્યાપી કરી છે. જો આનું ચિંતન કરશો તો તમારે ઊંચા બનવું છે તેનો ખ્યાલ આવી જશે. આપણો દેશ ગરીબ છે. વાર્ષિક આવક ૩૨૫ થી વધુ છે. ગામડાંએ આવક ૨૨૦ મેળવી છે. પહેલાં તે ૨૦૪ જેટલી હતી. હવે પંચવર્ષીય યોજના પછી ૨૪૦ લગભગ થવા જાય છે. ગામડાંની આવક ૨૨૦ છે. માસિક દશ રૂપિયામાં એ કેવી રીતે પૂરું કરતો હશે ? આ બધું જોતાં, આપણી કોઈ ફરજ છે કે નહિ ? તમે સારાં કપડાં પહેરો, સારી ચીજો વાપરો અને ખર્ચ કરો, તેમાં વડીલો ઉપર બોજારૂપ થાવ છો કે કેમ ? તેનો વિચાર કરો. ગાંધીજીએ બતાવ્યું કે ભણતાં ભણતાં પણ બાળકો ઉત્પાદન કરી શકે છે. રેંટિયાની પ્રવૃત્તિ વધશે. એ પ્રવૃત્તિથી લોકો જેટલા સ્વાવલંબી બનશે. અહિંસાને અપનાવશે. ત્યાગી અને તપસ્વી બનશે. ત્યારે આપણા દેશનું સત્ત્વ વધવાનું છે. એક શાળામાં ૯૩ રૂપિયાનું ઉત્પાદન થયું. મા-બાપને આ ગમ્યું. અંબર ચરખો પ્રગતિ કરી રહ્યો છે. કરકસર એ મોટો ભાઈ છે. રસ્તામાં એક વાત થઈ. લોકશાહી ચાલે છે. લોકો તોફાનો કરતા હોય છે. અધિકારીઓ લાઠીચાર્જ કરે છે. નિર્દોષ બાળકો ભોગ બને છે. તેને અટકાવવા શું ક૨વું જોઈએ. બાળકો મરે એ કોને ગમે ? હવે પ્રેમનું શસ્ત્ર વધ્યું છે. પહેલાં ‘સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ પણ હવે સોટીની વાત ગઈ છે ત્યારે તમારી ફરજ ઊભી થાય છે. શિક્ષકો તો મારશે નહિ અને તમો સ્વચ્છંદી બનશો તો તે ભણાવશે નહિ. કૉલેજમાં તો છોકરાઓ શિક્ષકની મશ્કરી કરે છે. કાંકરીઓ સામસામી ફેંકે છે. આજે આપણો વિનય ચાલ્યો ગયો છે. પ્રેમ કરવો હશે તો જવાબદારી વધે છે. એવું બને ખરું કે કેટલીક વાતમાં તમે આગળ હો અને વડીલો પાછળ હોય. પ્રહલાદ આગળ હતા. પિતા પાછળ હતા. કૈકેયી પાછળ હતી. ભરત આગળ હતો છતાં તેમણે વિનય છોડ્યો નહોતો. તમારા સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૨૬