________________
નુક્સાન થવા સંભવ છે. કોઈપણ પ્રશ્નની પાછળ આશય કયો રહેલો છે તે જોવાવો જોઈએ.
ધૂળિયાની વસ્તી એક લાખની છે. અત્રે એક મિલ છે. ધૂળિયામાં ગુજરાતીઓની વસ્તી ૧૫૦૦ આસપાસ છે. ધૂળિયાના નિવાસ દરમ્યાન વિનોબાજીના સૌથી નાના ભાઈ શિવાજી ભાવેના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. નિવાસસ્થાન પાસે વિનોબાજીના પિતાજીની સમાધિ, તત્ત્વજ્ઞાન મંદિર, ગૌશાળા વગેરે છે. ખેતીકામ પણ ચાલે છે. અનાજની ખેતી એકલી પોષાતી નથી. આથી સાથે સાથે કપાસ, મગફળી વગેરે પાકો કરવા પડે છે. શિવાજી ભાવે નમ્ર, નિખાલસ અને સંતપ્રકૃતિના છે. તેઓ વિનોબાજીના પ્રવચનોનું વર્ગીકરણ કરે છે. પુસ્તકો પણ લખે છે. કેટલાક વિદ્યાર્થીને તત્ત્વજ્ઞાન શીખવે છે. ‘જ્ઞાનેશ્વરી ગીતા’ ઉપરનો કોષ અને ગીતા ઉપરની વાર્તાઓ સુંદર રીતે તેમણે લખી છે. અત્રેથી ભૂદાન કાર્યકરો વગેરેની છેલ્લી વિદાય લઈ સાંજના લમ્બિંગ આવ્યા. લમ્બિંગથી આવી થઈ ઝોણે આવ્યા. અહીં પશ્ચિમ ખાનદેશની હદ પૂરી થાય છે અને નાસીક જિલ્લાની હદ શરૂ થાય છે. ઝોડગેથી ચીખલવાડ થઈ માલેગાંવ આવ્યા.
માલેગાંવ :
માલેગાંવ નાસિક જિલ્લાની ૬૦ હજારની વસ્તીવાળું શહે૨ છે. મુખ્ય ઉદ્યોગ દક્ષિણી સાડીઓ બનાવવાનો છે. આ ઉદ્યોગ માટે આશરે દસ હજાર ઉપરાંત યંત્રસાળો કામ કરે છે. બધી યંત્રશાળો વિકેન્દ્રિત છે. આ સાળો ઉપર રોજની આશરે પચીસ હજાર સાડીઓ તૈયાર થાય છે. આ ઉદ્યોગને લીધે માલેગાંવ ‘છોટા જાપાન’ કહેવાય છે. આ ઉદ્યોગ મોટા ભાગે મુસ્લિમ કુટુંબો ચલાવે છે. મુસ્લિમની વસ્તી આશરે ચાલીસ હજારની છે. આ ઉદ્યોગને કા૨ણે માણસોને રોજી સારી મળે છે. અત્રે પાટણ (ગુજરાત)ના લોકો બસો વરસથી આ વિભાગમાં આવીને વસ્યા છે. ગુજરાતીઓની વસ્તી ઠીક સંખ્યામાં છે. તેઓ ઘરમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે. શહેરનો જૂનો કિલ્લો જોવાલાયક છે.
કૂવલાણા :
માલેગાંવથી અમે કૂવલાણા આવ્યા. મહૂમ સયાજીરાવ ગાયકવાડની જન્મભૂમિ છે. તેમના કુટુંબીજનોના અત્રે બંગલા છે. તેમના કેટલાંક કુટુંબીજનો અત્રે ખેતી કરે છે.
૧૮૬
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું