________________
મહારાષ્ટ્રીયન બાઈ સાથે લગ્ન થયાં છે. બાઈને દક્ષિણ આફ્રિકામાં પ્રવેશવાની પરમીટ નથી મળતી એટલે હમણાં બંને દંપતી ભારતમાં જ રહેશે. સુશીલાબહેન પૂના, દિલ્હી, આગ્રા વગેરે થઈ મુંબઈ આવશે અને આફ્રિકા જતાં પહેલાં મહારાજશ્રીને મળી જશે. પત્રવ્યવહારથી તો તેમનો પરિચય મહારાજશ્રી સાથે છે જ. મહારાજશ્રીએ દંપતીને હસતાં હસતાં કહ્યું દ્વિભાષી રાખજો. મતલબ કે બંને એકબીજાની ભાષા શીખી લેજો . વગેરે કહ્યું હતું. તા. ૧૫-૬-૫૮ :
આજે સવારે પ્રથમ વૈકુંઠભાઈ મહેતાના ઘરની મુલાકાત લીધી હતી. વૈકુંઠભાઈ તબિયતને કારણે હવાફેર માટે ગયા છે, પણ તેમના પુત્ર અને પુત્રવધૂએ આવકાર આપ્યો. અમેરિકાના એલચી શ્રી ગગનવિહારી મહેતા તેમના ભાઈ થાય.
આજે આઠ વાગે માધવદાસ અમરસી હાઈસ્કૂલમાં મહારાજશ્રીનું જાહેર પ્રવચન રાખ્યું હતું. મુખ્ય મહેમાન સ્થાનિક સ્વરાજય ખાતાના મંત્રી શ્રી માણેકલાલ શાહ હતા. પ્રથમ બાળાઓનાં ગીત બાદ મહિલા મંડળના પ્રમુખ કુમારી સુભદ્રાબહેને પ્રાસંગિક કૌવ બાદ સ્થાનકવાસી જૈન સંઘના સેક્રેટરી શ્રી રૂપચંદભાઈએ મહારાજનો પરિચય આપ્યો હતો.
ત્યારબાદ મહારાજશ્રીએ જણાવ્યું હતું કે :
બાવીસ વર્ષે મુંબઈ આવવાનું થયું છે. આજનું પ્રવચન માત્ર સાંભળવા ખાતર નહીં પણ સમજવા માટે આપ સૌ આવ્યા છો. હજારો વર્ષ થયાં ભારતની એ ભાવના છે અને તે અહિંસાની. એ અહિંસા આખા વિશ્વને માર્ગદર્શન આપી શકે છે.
જ્યાં હિટલર પાકે છે ત્યાં સાથે ગાંધી પણ પાકે છે. એ કુદરતી બલિહારી છે. આપણે ઘણી વાર આપણી આસપાસનાં દૃશ્યો જો ઈ શકતા નથી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કામ કર્યું ત્યારે આપણા વડલા જેવા ગાંધીજીને ભારતમાં ગોખલેજી ખેંચી લાવ્યા. હું આ દૃષ્ટાંત એટલા માટે આપું છું કે માનવજીવનમાં અહિંસા જે કામ કરી રહી છે તે સમાજજીવનમાં કેટલી ઉપયોગી થાય છે ! તેટલા માટે હજારો વર્ષની સંસ્કૃતિ છે. ત્યારે જ મહાપુરુષ પાકી શકે છે. રામચંદ્રજીનું જીવન સૌ કોઈ જાણે છે. ગાંધીજી મરતાં મરતાં પણ “હે રામ બોલે છે. ધર્મનાં કર્મકાંડ ભિન્ન હોઈ શકે પણ સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૨૦૭