________________
તા. ૫-૧૨-૫૬ :
આજે મૌનવાર હતો. મહારાજશ્રી આવ્યા ત્યારે સૌના વજન કરી લીધાં હતાં. વાડીનાં હવાપાણી અને રંભાબાની ખોરાક વગેરેની કાળજીને કારણે સૌનું વજન વધ્યું. પ્રથમના સાત દિવસમાં મહારાજશ્રીનું છ રતલ વજન વધ્યું, મણિભાઈનું સાડા ચાર રતલ વધ્યું. મીરાંબહેનનું ત્રણ રતલ વધ્યું. પછીના સાત દિવસમાં મહારાજશ્રીનો પોણો રતલ વધ્યું, મણિભાઈનું એક રતલ ઘટ્સ, મીરાંબહેનનું અડધો રતલ વધ્યું. મતલબ કે દરેકની તબિયત સારી રહી. ખૂબ આનંદ આવ્યો. તા. ૬-૧૨-૫૬ : આંબારેલી
સાંસદ વાડીથી નીકળી આંબારેલી આવ્યા. અંતર પાંચ માઈલ હશે. રંભાબા, દામોદરભાઈ અને ઘરનું કુટુંબ બધાં વિદાય આપવા આવ્યાં. રંભાબાની આંખમાં પાણી આવ્યાં. હું, બે દીકરી, પુત્રવધૂ અને એક નોકર અમારી સાથે આવ્યાં અને દામોદરભાઈ વચ્ચેથી પાછા ગયા.
બારેલી ગામે સારો પ્રેમ બતાવ્યો. રાત્રે સભા સારી થઈ. કેટલાંક ચાની પ્રતિજ્ઞા લીધી. તા. 9-૧૨-૫૬ : ધોળી
અબારેલીથી નીકળી ધોળી આવ્યાં. અંતર સાત માઈલ હશે. અમારી સાથે ઈશ્વરભાઈ તેમની ભત્રીજી સાથે આવ્યા હતા. ગામને ખબર નહોતી. અમે આવ્યા પછી બધી તૈયારી થઈ. ઉતારો ચોરામાં રાખ્યો હતો. રાત્રે જાહેર સભા થઈ.
સભામાં સારી સંખ્યામાં લોકો આવ્યા હતા. પ્રથમ બહેનોને લગતું અને બીજા ધાર્મિક પ્રવચનો કર્યા બાદ લોકોની માગણીથી દ્વિભાષી અને મહાગુજરાત વિશે સમજણ આપી હતી.
અહીં ખેડૂત મંડળના સભ્યોમાં ૬૦ એકરથી વધારે જમીન હોય તો ફાજલ પાડવી એ ઠરાવ અંગે ઠીક ઠીક ચર્ચાઓ મુખ્ય ભાઈઓ સાથે થઈ હતી. સામાન્ય રીતે મોટા ખેડૂતોનો ખ્યાલ એવો હોય છે કે મંડળે જાતે કરીને શું કામ કાપની માગણી કરવી જોઈએ ? પણ મંડળ તો દરેક પ્રજાનું છે. તે સૈદ્ધાંતિક રીતે વિચારે છે અને ગામડાંની નેતાગીરી લાવવી હોય તો ગામડાનું સ્વરાજય પ્રથમ લાવવું જોઈએ. દરેકને ન્યાય અને રોટલો મળે તો જ ગામડાનું સ્વરાજય આવે. ૧૨
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું