________________
વગર શક્ય બનશે નહિ વગેરે કહ્યું હતું. ભરૂચ શહેર નર્મદા કિનારે પાઘડીપને આવેલું છે. રોજ જુદે જુદે સ્થળે રાત્રિ રહેવાનું થયું હતું.
તા. ૧૧-૧૨-૫૭ : તવરા
ભરૂચથી સડકે સડકે તવરા આવ્યા. અંતર છ માઈલ હશે. વચ્ચે ગોપાલક છાત્રાલયમાં અડધો કલાક રોકાયા હતા. ત્યાં વિદ્યાર્થીઓ સમક્ષ ટૂંકું પ્રવચન કરતાં જણાવ્યું હતું કે કોળી છાત્રાલયોની સાથે હિરજનો વગેરે બીજી કોમોના થોડાં વિદ્યાર્થીઓ આવે તેમ કરવું જોઈએ. વ્યસનો છોડવાં. તેમના ખેતી અને ગોચરના પ્રશ્નો પણ ચર્ચાયા હતા. તવરા નર્મદાને કિનારે જ છે. ગામમાં પાણી મોળાં છે. નર્મદામાં ભરતીને લીધે પાણી ડહોળું હોય છે. તે જ પીવાના કામમાં આવે છે. ગામ ખાડા-ટેકરા ઉપર વસેલું છે. જૂનું અને નવું એમ બે ભાગ છે. રજપૂતો સારા ખેડૂતો છે. વળી ભીલ, હરિજન વગેરે તો સાથી તરીકે રહે છે. વાર્ષિક ૧૦૦ થી ૧૫૦ ૫ગા૨ ખાવા-પીવા સાથે મળે છે. મજૂરો ૧૧-૦૦ વાગ્યાથી ૬-૦૦ વાગ્યા સુધી કામ કરે. આઠ આના મજૂરી મળે છે. ગરીબી ઘણી છે. દારૂ પુષ્કળ ગળાય છે. જણ પીએ છે.
ઘણા
રાત્રે જાહેરસભા સારી થઈ હતી. ભરૂચથી નાનુભાઈ છૂટા પડ્યા પછી ભાણજીભાઈ કે જે ગરુડેશ્વરમાં સઘન યોજનાના સંચાલક છે. ક્રાંતિકારી વિચાર ધરાવે છે તેઓ તથા ભૂદાન કાર્યકર જગદીશભાઈ સાથે આવ્યા હતા. આ બાજુ ભીલ લોકોની વસ્તી ખૂબ છે. મજૂરી અને રાશનું કામ કરે છે અને ખેડૂતોનું પાણી પણ ભરે છે. બહુ જ ઓછો પગાર આપે છે. અમે એક ભીલવાસમાં જઈ આવ્યા. તેમના વચનોમાં ખેડૂત પ્રત્યેનો રોષ હતો. અમારે લીધે એમને મુશ્કેલીઓ મળે છે એવી વાત કરી. હમણાં થોડા લોકોને જમીન મળી છે. ગૃહઉદ્યોગ ઘણા ચાલી શકે. કાર્યકરો જોઈએ. તા. ૧૧-૧૨-૫૭ : શુક્લતીર્થ
તવરાથી સડકે સડકે શુક્લતીર્થ આવ્યા. અંતર ચાર માઈલ હશે . ઉતારો ગુલાબસિંહભાઈને મેડે રાખ્યો હતો. ગામલોકોએ સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા રાખી હતી. સારી સંખ્યામાં લોકો આવ્યા હતા. તેમાં લેબલનો ધર્મ અને સાચો ધર્મ એનો તફાવત સમજાવતાં. ગોળનું માટલું એની ઉપર વજનનો આંકડો પણ અંદર ખાલી એ દાખલો આપ્યો હતો.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૪૧