________________
બનાસકાંઠાના ભાઈઓનું આવવાનું કારણ એ હતું કે બનાસકાંઠામાં લોકલ બોર્ડ ચુંટણીમાં વડગામ વિભાગમાંથી એક લાંચ-રૂશ્વતમાં ભાગ લેનાર કૉગ્રેસથી વિરોધી એવા ભાઈને કોંગ્રેસ સરકારની ટિકિટ આપવામાં આવી છે. ગલબાભાઈ કૉંગ્રેસી ધારાસભ્ય છે. વડગામ તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે. ખેડૂત મંડળના પ્રમુખ છે એટલે એ વિભાગમાં તેમણે બે નામો સૂચવેલાં પણ ખેડૂત મંડળને પાછા પાડવાને કારણે કે કાર્યકરોનું બળ તોડવા માટે, ડાહ્યાભાઈએ જાણી જોઈને ગલબાભાઈએ સૂચવેલાં નામોનો અસ્વીકાર કયો. એટલું જ નહીં એમને સમાધાન પણ આપવામાં આવ્યું નહિ. આ ઉપરથી તેમને ખૂબ દુ:ખ થયું. આ રીતે કોંગ્રેસ અસૈદ્ધાંતિક માણસો લે છે અને તે પણ મનસ્વી રીતે તો ખેડૂતોની નિષ્ઠા સંસ્થા પ્રત્યે ઓળખાય છે. તેનું નુક્સાન કૉંગ્રેસને થઈ રહ્યું છે. વિજયકુમાર જે પ્રદેશ મંત્રી છે તેમને આ બધી વાતો કરી, પણ તેમણે બધું ભૂલી જઈ ટેકો આપવાની જ વાત કરી. પણ સમાધાન આપવા પ્રયત્ન ના કયો. આ સ્થિતિમાં ગલબાભાઈએ કહ્યું, હું ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકું. કોંગ્રેસને ટેકો આપીશ. પૂછશે તેને કોંગ્રેસને મત આપવા કહીશ. તેમણે ત્રણ ઉપવાસ કરવાનું પણ નક્કી કર્યું. પણ કાર્યકરોએ તેમ કરતાં અટકાવ્યા. આ જાતનો પત્ર આવ્યો એટલે મહારાજશ્રીએ તાર કરી તેમને અને ખેડૂતોને બોલાવ્યા, તેઓ ખંભાત થઈ અહીં મળવા આવ્યા.
મહારાજશ્રી સાથે વાતો થઈ. એક બાજુ ખેડૂત મંડળે સિદ્ધાંતથી સ્વીકાર્યું છે કે કોંગ્રેસ જે કોઈ ઉમેદવારને ઊભા રાખે તેને આંખો મીંચી ટેકો આપવો. જો કે આ તો અર્ધસરકારી સંસ્થા છે પણ ગલબાભાઈને તેમના આત્માથી વિરુદ્ધ કેમ સલાહ આપી શકાય. વળી તેમનો પ્રશ્ન સાચો લાગે છે. છેવટે એવી સલાહ આપી કે ખેડૂત મંડળે તો કૉંગ્રેસને પૂરો ટેકો આપવો. પ્રચારમાં જોરશોરથી કામ કરવું અને પ્રદેશ સમિતિ ઉપર એક પત્ર લખી પરિસ્થિતિની ચોખવટ કરવી કે, ગલબાભાઈને સમાધાન આપશે, તો તેઓ મદદ કરવા તૈયાર છે. નહીં તો પછી મંડળે આ અશુદ્ધિ સામે પ્રતીક તરીકે શુદ્ધિપ્રયોગ કરવો. ખેડૂત મંડળની કારોબારીના સભ્યો પણ કેટલીક વખત ઢળી જાય છે. આ જાતનો એક પત્ર પણ મંડળના કાર્યકરોને ઉદ્દેશીને લખી આપ્યો.
ભૂવેલમાં રાત્રે સારી સભા થઈ હતી. મેં ગ્રામ સંગઠન અંગે વિસ્તારથી કહ્યું, મહારાજશ્રીએ સંઘ, વ્યસન ત્યાગ અને સંગઠન ઉપર કહ્યું. ૧૨૮
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું