________________
ભૂવેલ આગળ પડતું સંપીલું ગામ છે. સહકારી મંડળીનું પોતાનું વિશાળ મકાન છે. મંડળની કાપડની દુકાન, કરિયાણાની દુકાન, ખેતી મંડળી, પીયત મંડળી વગેરે ચલાવે છે. સહકારી મંડળી માત્ર સાડા ચાર ટકાના વ્યાજે પૈસા ધીરે છે. આટલા ઓછા વ્યાજે કદાચ ગુજરાતમાં કોઈ ધિરાણ કરતું નહીં હોય અથવા જૂજ હશે. સભ્યોએ બચત અને અનામત ભંડોળ સારું કર્યું છે. મુખ્ય પાક તમાકુ છે. આમ છતાં ખેડૂતો નું ધિરાણ ઓછું થયું નથી એ આશ્ચર્ય છે. ભૂવેલની સર્વે પણ થઈ છે. વિમલભાઈ શાહે અને વિમળાબહેને અહીં રહીને આ કાર્ય કર્યું હતું. તા. ૨૮-૧૧-૫૭ : ધુવારણ
ખડોધીથી ધુવારણ આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારો ગેસ્ટહાઉસમાં રાખ્યો હતો. કોતરો ઘણાં આવ્યાં. ખેડાણ જમીન ઓછી છે. વસ્તી છૂટી છૂટી વસેલી છે. મહિસાગરને કિનારે જ ગેસ્ટહાઉસ છે. નવાબે બંધાવેલું પણ હાલ પી.ડબ્લ્યુ.ડી.ને સોંપ્યું છે. સુંદર સ્થળ છે. અમો આવ્યા ત્યારે નદી શાંત હતી પણ બરાબર ૧૦ વાગે ભરતીનો ઘોડો આવ્યો. લોકોએ કહ્યું, જુઓ પાણી આવે છે. આ પહેલા નદીમાં ઘોડો કેવો આવે તે જોયો નહોતો. પાણીના લેવલથી હાથેક ઊંચું પાણી ઉછાળા મારતું મોટો અવાજ કરતું કરતું આગળ વધતું હતું અને આજુબાજુનો કાંઠો છલકાતો હતો. થોડી જ વારમાં બે કાંઠે નદી થઈ ગઈ. અમારું વહાણ ભરતી ચઢ્ય આવવાનું હતું એટલે ભોજનનું પતાવી લીધું. બરાબર બાર વાગે અમે વહાણમાં બેઠા. સારોદ કાલી વગેરેના વહાણો આવે છે. માલ પણ લઈ જાય છે. અમારું વહાણ ઊપડ્યું, પવન હોય તો જલ્દી પહોંચાય પણ પવન નહોતો સાણોદ સામે કિનારે જ હતું. પણ અમારું વહાણ અડધે આવ્યું ત્યાં ભરતી ઊતરતી ચાલી. વચ્ચે જ બેટ આવતો હતો. વહાણ ધરતીને ઘસડાવા લાગ્યું. જો આ ટેકરો વટાવી જઈએ તો થોડે દૂર પછી ખાડી આવતી હતી. તેમાં વહાણ પડી જાય તો કિનારે પહોંચી જઈએ પણ પવન નહોતો એટલે વહાણને તરત પાછું વાળવું પડ્યું. જો વહાણ જોઈને તો પાણી ઊતરી જવાને કારણે ત્યાં જ રહી જાય. અમે ઊતરીને પાણી ડહોળતાં જઈ શકતાં હતાં પણ પાણી લાંબું ડહોળવું પડે. કાદવ આવે અને કપડાં પલળે. વળી અમારી પાસે સામાન ઘણો હતો એટલે એ લોકો બેટ કહે છે તે જગ્યાએ વહાણ કિનારે લઈ ગયા. ત્યાં કિનારા નજીક જ ઊતર્યા. ભાડું મારું અને સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૨૯