________________
મીરાંબહેનનું એક રૂપિયો આપ્યું. મહારાજશ્રીનું ભાડું ના લેવાય એમ સમજતાં તેઓએ માગ્યું નહીં, જટાશંકરભાઈ અહીં સુધી ધુવારણ સુધી સાથે આવ્યા હતા. અમને વળાવી પાછા વળ્યા. તા. ૨૯-૧૧-પ૭ : સારોદ
ધુવારણથી મહીસાગર ઓળંગી સારોદ આવ્યા. અહીંથી ખંભાતનો અખાત શરૂ થાય છે. હોડીમાંથી ખંભાત દેખાતું હતું. અમો સારોદને બદલે ડોરે ઊતર્યા. જ્યાં મહાદેવનું જૂનું મંદિર છે. તેને ડેરું કહે છે. કિનારે જ નિશાળ છે. અહીંથી ચાર માઈલ ચાલી અમે સારોદ પહોંચ્યા. રસ્તો ઘણો વિકટ હતો. જોકે અમારી સાથે પાંચ-છ ઉતારુઓ બીજા હતા એટલે વાંધો નહોતો. પણ નદીનાં કોતરો, ખેતરો અને કંટક વગેરે હતાં પણ એ રસ્તે ન જઈએ તો વધારે ફરવું પડે એટલે એ રસ્તે ગયા. ચઢાણ-ઊતરાણ અને કાદવ વગેરે આવ્યું.
આ બાજુ નવલભાઈ, ચંદ્રકાંતભાઈ અને નાનુભાઈ વગેરે ભાઈઓ મહારાજશ્રી સામે આવ્યા હતા. અમે બપોરે ના આવ્યા. તેમણે વાટ જોઈ પણ ખબર કોણ પહોંચાડે ? છેવટે સાઈકલ સવાર ભેટી ગયો. પછી તો સૌ સ્વાગત માટે સામા આવ્યા. અમારો નિવાસ અહીંના ઠાકોર સાહેબને બંગલે હતો. આ ગામમાં અડધી વસ્તી મુસલમાનોની છે. અડધી હિન્દુ છે. તેમાં ગરાસદારો મુખ્ય છે. વાંટો અને તળપદ ભાગ છે. ખારવા લોકોને મુસલમાન લોકો બધી રીતે પજવતા હોઈ, અહીંના ઠાકોરને બીજી બાજુ વસાહત કરાવવા મહેનત કરી. માટીનાં ઝૂંપડાં ૧૦૦ તૈયાર થયાં પણ ઉપર ઢાંકણના પૈસા ના મળ્યા. સહકારી મંડળીને સરકાર મદદ આપશે એ આશા હતી પણ વ્યક્તિગત નહીં તેવી. આજે તો લાઈન બંધ માંગડાં ઊભા છે. હવે તો સામ્યવાદીઓએ ખલાસીઓને ચઢાવી ઠાકોર સાહેબ ઉપર કેસ કરાવ્યો છે.
નદી ગામને પાદરે જ છે. ઠાકોર તો હવે ઘરખેડ કરે છે. ગણોતધારા પ્રમાણે પટ મળે. ગામ ખાડા, ટેકરાવાળું છે. મોટું ગામ છે. મુસ્લિમવાસ જુદો જ છે. નિશાળ, મુખ્ય કૂવા વગેરે દરેકના જુદા છે. તા. ૩૦-૧૧-૫૭ : નોંધણા ' સારોદથી નોંધણા આવ્યા. અંતર સાડા ત્રણ માઈલ હશે. ઉતારો યુવક મંડળની લાઈબ્રેરીમાં રાખ્યો હતો. આ મકાન ગામલોકોએ વિકાસ ૧૩૦
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું