________________
પ્રશ્નો આપણી સમક્ષ આવ્યા. દ્વિભાષી અંગે ઠરાવ કર્યો. સારંગપુર પ્રશ્ન પતી ગયો. ગણોતધારા અંગે પ્રયોગ ચાલે છે. અમદાવાદમાં જે અશાંતિ હતી તે અંગે મંડબે ટુકડીઓ મોકલી અને જાત ઉપર સહન કરીને સુંદર દાખલો બેસાડ્યો. આપણે મક્કમ પગલે સફળતાપૂર્વક આગળ વધતા જઈએ છીએ એમ આપણી જવાબદારી પણ વધે છે. આપણી પાસે કોઈ મૂડી નથી. એક મહાપુરુષના આત્મબળથી આપણે આગળ વધીએ છીએ.
ઃ
પૂ. સંતબાલજીએ કહ્યું : ધોળકા ચાતુર્માસ વખતે આપણે મળ્યા હતા. હમણાં જ પ્રમુખશ્રીએ ત્રણ પ્રશ્નો કહ્યાં, તે વિશે મારે થોડુંક કહેવું છે. સારંગપુર પ્રશ્ન એ મંદિરનો પ્રશ્ન હોવાથી મારા મનમાં બેવડી ચિંતા હતી. આજ સુધી ધર્મ સંસ્થાઓ પાસેથી પ્રેરણા મેળવી આચરણ કરતા હતા પણ હવે આજની પરિસ્થિતિમાં તેમાં ઘણો ફરક પડ્યો છે. એનું પ્રાયશ્ચિત મારે ધર્મસંસ્થાના એક સભ્ય તરીકે લેવું જોઈએ એવું લાગેલું. તમે બધાંએ ખૂબ રસ લીધો. મંદિર તરફથી ગામના ઘણાં તત્ત્વોએ તોફાનમાં ભાગ લીધો. છેલ્લે છેવટ સુધી પાંચ ખેડૂતો ટક્યા તે ધન્યવાદને પાત્ર છે અને કોઈ પ્રસંગ આવે ત્યારે તે ખેડૂતો અને તેમાં ભાગ લેનારાએ જે રસ દાખવ્યો છે, હાલત બનાવી છે, તેને માનપત્ર આપે, તેની કદર કરે. ટુકડીઓની વાતો મેં સાંભળી ત્યારે હું રાજી થયો. કેટલાં તોફાનો, કેટલી યાતના છતાં તમે અહિંસક રીતે જે સુંદર છાપ પાડી તેથી હું રાજી થયો છું. ટુકડીમાં કોઈ ગેરહાજર રહે તો તમે બીજી પણ તૈયારી રાખી.
સારંગપુર પ્રશ્નમાં કુરેશીભાઈ એક ધારાસભ્ય તરીકે (જયારે તેમની મોટર અટકાવી ત્યારે) સરકારનું ધ્યાન ખેંચ્યું, નવલભાઈ અને બીજાઓએ તેમાં રસ લીધો. પરિણામે તેમની ભૂલ સમજાઈ. આચાર્યશ્રી પણ ખુશી થયા. હમણાં એક ખેડૂતે કહ્યું, અમદાવાદમાં આટલાં તોફાન થાય છે ત્યારે સરકાર શું એને ન અટકાવી શકે ? પણ આપણે સમજવું જોઈએ કે સ૨કા૨ કરતાં જનતા મોટી છે. સારંગપુરમાં સરકાર શું કરી શકત ? સરકારનો ઇન્કાર નથી પણ તે બીજે નંબરે આવે છે.
ગણોતધારો કેમ પ્રતિક્રાંતિને રસ્તે જાય છે તે અંગે મેં ઘણું વિચાર્યું. દાદાનો સાથ મળ્યો. ધારાસભામાં નિવેદન મોકલ્યું પણ તેની અસર ના થઈ. મંડળે એક આદરણીય ઠરાવ કર્યો. ૬૦ એકરથી વધારાની જમીન છોડી દઈશું. આવો ઠરાવ ભાગ્યે જ કોઈ મંડળ કરી શકે. જોકે કેટલાંક સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૬