________________
તા. ૧૮-૧ર-૫૬ :
મહારાજશ્રી લક્ષ્મીપુરા જઈ આવ્યા. બપોરના ગંદી ગામમાં રોકાયા. અહીં જીવનશાળાના બાળકો સાથે વાતો કરી. ગુ.વિ.ના ભાઈ-બહેનો સાથે પણ વાર્તાલાપ થયો. એ પહેલાં મેં ગ્રામસંગઠન અંગે બધી વાતો તેમની સાથે મહાદેવમાં કરી હતી. રાત્રે જાહેરસભા થઈ હતી. ગામલોકો સાથે ગામના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. છોટુભાઈ, કાશીબહેન, અંબુભાઈ વગેરે વડાપ્રધાનને સાંભળીને સાંજે આવી ગયાં હતાં. તા. ૨૧-૧૨-૫૬ : લોલિયા
ગંદીથી નીકળી લોલિયા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો લો. બો. ધર્મશાળામાં રાખ્યો હતો. લોકોએ સ્વાગત કર્યું. આશ્રમવાસીઓ સ્ટેશન સુધી વિદાય આપવા આવ્યા હતા. પ્રતાપભાઈ સાથે આવ્યા. અલ્લાઉદ્દીનભાઈ આગળથી વ્યવસ્થા માટે ગયા હતા અને આજે ધંધૂકાથી હરિભાઈ આવી ગયા.
બપોરના છોટુભાઈ, કાશીબહેન, નવલભાઈ, અંબુભાઈ વગેરે ડૉક્ટરના પ્રશ્ન અંગે આવ્યાં. ડૉક્ટર પણ આવ્યા હતા. ડૉ. ગુંદી સવોદયમાં કામ કરે છે. તેઓએ ચારિત્ર્ય અંગે ભૂલો કરી છે. નવલભાઈએ તકો આપવા છતાં સુધર્યા નહિ. ખરી રીતે ચારિત્ર્યનો વિષય એ અગત્યનો વિષય છે. આપણી સંસ્થામાં એવી વ્યક્તિઓને ક્ષણવાર પણ સ્થાન નહીં હોવું જોઈએ છતાં આટલો સમય જોયું. મહારાજશ્રીને આ વાતો સાંભળી ખૂબ દુ:ખ થયું. તેમણે એક ઉપવાસ આ નિમિત્તે કર્યો. બપોરના અલગ અલગ રીતે ને એકત્ર એ બધાંને મળીને ડૉક્ટરને રાજીનામું આપવા સલાહ આપી. તેમણે રાજીનામું આપ્યું. છૂટા થયા. તા. ૨૨-૧૨-૫૬ : ફેદરા
લોલિયાથી નીકળી ફેદરા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો ઉપાશ્રય પાસે રાખ્યો. રસ્તામાં અમારી સાથે ત્રણ દેરાવાસી સાધુઓ સાથે થઈ ગયા. તેઓ પણ ફેદરા રોકાયા હતા. ગામલોકોએ સ્વાગત કર્યું. તા. ૨૩-૧૨-૫૬ : કમિયાણા
ફેદરાથી નીકળી કમિયાણા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો નિશાળે રાખ્યો હતો. ગામલોકોએ સ્વાગત કર્યું. ધંધૂકા જિનમાં રહેતાં ૧૮
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું