________________
તા. ૮-૧૧-૫૭ : કોચરિયા
આદરોડાથી નીકળી કોરિયા આવ્યા. અંતર છ માઈલ હશે. ઊતારો ચોરામાં રાખ્યો હતો. ગામલોકોએ સામા આવી સ્વાગત કર્યું. ઉતારે પ્રાસંગિક કહ્યું, ગામની રોકાવાની ઇચ્છા હતી પણ અમારે બીજે દિવસે વધારે ખેંચવું પડે તેથી સાંજના ભાયલા આવી ગયા. મુખ્ય આગેવાન વીરાભાઈ સનાભાઈ.
તા. ૮-૧૧-૫૭ : ભાયલા
કોચરિયાથી ભાયલા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. થોડા ભાઈઓએ સ્વાગત કર્યું. રાત્રે મોતીભાઈ આવ્યા. ચોરામાં જાહેરસભા થઈ હતી. નાનચંદભાઈ ગુંદી સુધી અમારી સાથે રહેવાના છે. ધની વાડીઓ માટે લોકો મશીનોથી પાણી લઈ રહ્યા છે. એક વરસાદની ખેંચ સૌને નડતી હતી. મોતીભાઈ, લક્ષ્મણભાઈ આગેવાનો છે. તા. ૯-૧૧-૫૭ : ગાંગડ
ભાયલાથી ગાંગડ આવ્યા. અંતર સાત માઈલ હશે. ઉતારો ગતસંગજીભાઈની મેડીએ રાખ્યો હતો. ગામલોકોએ અને બાળકોએ સાથે આવી સ્વાગત કર્યું. પ્રથમ ધર્મશાળામાં સૌ સભાના રૂપમાં ગોઠવાઈ ગયાં. ત્યાં મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું. આ જગ્યાએ સઘનક્ષેત્ર યોજના તરફથી આજે વણાટ શિક્ષણ વર્ગ શરૂ કરવાનું ઉદ્ઘાટન હતું. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદવાળા શ્રી મગનભાઈ દેસાઈના હાથે ઉદ્ઘાટન હતું. સમય ૧૧૦૦ વાગ્યાનો હતો. મહારાજશ્રીનું પ્રાસંગિક સાડા દસ વાગે પૂરું થયું. લોકો બાળકો એકત્ર થયાં હતાં. તે વિખરાઈ ન જાય એટલે બધાં ત્યાં જ બેઠાં રહ્યાં. થોડી વાર પછી નવીનભાઈ સાથે મગનભાઈ દેસાઈ જીપમાં આવી પહોંચ્યા. ઉદ્ઘાટન સમયને વાર હોવાથી મહારાજશ્રી અને ભંગી ભાઈઓ સાથે ચર્ચા વાતો કરી.
સમય જતાં મગનભાઈએ વણાટ શિક્ષણ વર્ગનું ઉદ્ઘાટન પ્રવચન શરૂ કર્યું. તેમણે કહ્યું કે મારે માથે સર્વોદય સઘન વગેરે કામો જોવાની ફરજ આવી છે. તે જોવા આવ્યો હતો. ત્યાં આ કામ મારે હાથે કરવા તમે વિચાર્યું તેથી આનંદ થયો. પ્રથમ જીવનશાળાના આચાર્ય શ્રી ધીરુભાઈએ મગનભાઈનો પરિચય આપ્યો હતો. ૧૨ સાળો ઉપર અહીંના જ હિરજનો ત્રણ માસ સુધી શિક્ષણ લેશે. અહીં અંબરના જ વર્ગ ભરાયા અને ચોથો સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૦૪