________________
શ્રાવકોને કહ્યું, તમે અમ્પાપરો છો, માબાપા છો, કોનાં? સાધુઓના. કોઈ એમ પૂછે કે દીકરા વધે કે માબાપ વધે ? એક અર્થમાં માબાપ મોટા છે. વડીલોને અનુભવ છે. દીકરો એટલા માટે મોટો કે નવા વિચારો તરત ગ્રહી લે. પૂર્વગ્રહ એને હોતો નથી. સાધુઓ વિચારે છે કે ભોજન નહિ મળે તો પણ આત્મા અમર છે. શ્રમણ એમ કહે છે મેં આજે કંઈ ભેગું કર્યું છે તે મારા માટે નથી. આનંદ વગેરે શ્રાવકો ઘણી મોટી સોનામહોરો રાખતાં, તે ભેગી કરવા માટે નહિ. સમાજને જયારે જયારે જરૂર પડે ત્યારે ખડે પગે તૈયાર રહેવું. આમ બંનેની જવાબદારી રહેતી અને સમજાતી.
સાધુઓએ નાનું કુટુંબ છોડ્યું. મોટું મેળવ્યું. એમાં જૈનો જૈનેતરો દેશપરદેશના મોકા આવે, કીડી, મંકોડાં, વનસ્પતિ બધું આવે તેના (છ કાયના) માબાપ. આવા સાધુઓનાં શ્રાવકોમાં છાપ કેટલી બધી જવાબદારી શ્રાવકોની આવે છે ? હું એમ નથી માનનારો કે આગળ વિકાસ નથી. ગમે તેટલા આસક્ત બની ગયાં હોઈએ, સમાજથી તરછોડાયેલા હોઈએ, મધ્યમ વર્ગ કચડાઈ ગયો છે. આમ છતાં હું આશાવાદી છું. બધાં પ્રયોગો પછી હું આ કહું છું. બધું જ સુંદર રીતે કરી શકાય છે.
પ્રેમજી ભવાનજી આવેલાં, તેમની સાથે અંજારની વાડીઓ અંગે અંબુભાઈની હાજરીમાં વાતો થઈ. આ પ્રશ્ન અગત્યનો છે પણ કોઈ વહેલાસર જાગ્યાં નહીં એટલે મુશ્કેલી છે. છતાં રસ્તો કાઢવા પ્રયત્ન કરશે.
આ પછી મહારાજશ્રી અને અમો બધાં સર્વોદય હોસ્પિટલની મુલાકાતે ગયાં. હોસ્પિટલના સ્થાપક શ્રી કાંતિભાઈ સાથે આવ્યા હતા. તેમણે ફરીને બધું બતાવ્યું. બહુ મોટી હોસ્પિટલ છે. પાંચસો દરદીઓ છે. વ્યવસ્થા પોતે કરે છે એટલે સુંદર છે. તા. ૨૮-૫-૫૮ થી ૧૪-૬-૫૮ : ચાંદીવલી
ઘાટકોપર પ્રવાસ કરી ચાંદીવલી આવ્યા. અંતર સાડા ત્રણ માઈલ હશે. પૂ. ગુરુદેવ, ચિત્તમુનિ વગેરે સાથે જ હતાં. ગુરુદેવ સાથે થોડા દિવસ રહેવાય એવી ઇચ્છા હતી એટલે અમો સાથે જ આવ્યા. છોટુભાઈ, કાશીબહેન અને ઘાટકોપરના ઘણાં ભાઈઓ સાથે આવ્યાં હતાં. ગુરુદેવ ડોળીમાં હતા. ટૂંકે રસ્તે આવ્યા. રસ્તામાં ડુંગરા ઊતરીને આવ્યાં. મજૂર લોકોના ઝૂંપડાં આવતાં હતાં. રસ્તામાં મુંબઈને પાણી પૂરું પાડતી તોતિંગ પાઈપલાઈન આવી. પાઈપ સાથે નાના પાટા છે. જેથી ટ્રોલી જઈ શકે અને જોઈ શકે. ૧૯૬
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું