________________
અહીં ચોમાસું કરવાવાળા સાધુ નાનાલાલજી મહારાજ ગઈકાલે ગોરેગાંવ મહારાજને મળવા આવ્યા હતા. તેમણે ઉપાશ્રયમાં ઊતરો એમ કહ્યું. મહારાજે કહ્યું : તમારે વિશે આર્થિક બાબતોની વાતો આવે છે. માતાજી નિમિત્તે પૈસા ભેગા કરો છો તો એનો ખુલાસો થઈ જવો જોઈએ. સાધુ સંસ્થા પવિત્ર સંસ્થા છે. તેમાં સડો પેસવો ન જોઈએ. મહારાજશ્રીએ તેમને નાનાલાલભાઈ કહ્યા એટલે તેમણે કહ્યું નાનાલાલભાઈ નહિ નાનાલાલ મહારાજ કહો. પછી તો તેમનો ગુસ્સો વધ્યો. મહારાજશ્રી વાંસે હાથ ફેરવતા રહ્યા. આ ભાઈ બોલતા રહ્યા. “પૈસા ઊઘરાવું છું, ઉઘરાવું છું અને ઉઘરાવું છું. તમારી પાસે આવું ત્યારે ના પાડજો. બીજાના ન્યાયાધીશ થવા નીકળ્યા છો. તો તમારા જ ન્યાયાધીશ બનો. સર્વથા સૌ સુખી થાઓ બોલો છો એમાં તો બધાનું સુખ આવી જાય છે. તમે કોઈની વાત સાંભળીને ન્યાયાધીશ બની જાવ છો.'
મહારાજે કહ્યું : બીજો સવાલ નથી. જો વાત સાચી હોય તો આપણે ખુલાસો કરવો જોઈએ એટલું જ કહું છું. પણ તેઓ તો ગરમ થઈને એકતરફી જ બોલ્ય રાખતા હતા. બીજી વાત સાંભળતા નહીં અને આમ એક સંસારી પણ આ રીતે ના બોલી શકે તેવું બોલીને ચાલ્યા ગયા. મહારાજશ્રીને લાગ્યું કે મારા વચનથી સાધુને – સામી વ્યક્તિને - ક્રોધ થયો, એટલી મારી કચાશ ગણાય એટલે સાંજનું ભોજન છોડી પ્રાયશ્ચિત્ત કર્યું.
૧૯મીએ પૂ. નાનચંદ્રજી મહારાજ ગોરેગાંવથી અહીં પધાર્યા. ત્રણેય મુનિઓ સાથે થઈ ગયા એટલે અહીંથી બોરીવલી સાથે ચાતુર્માસ માટે જશે. રાત્રે મુનિશ્રી નાનચંદ્રજી મહારાજનું પ્રવચન સાધનામાં જ રાખ્યું હતું. તેમણે હરિજનો અને સ્ત્રીઓને પછાત રાખ્યાં છે. તેના પ્રત્યાઘાત વિશે અને તેમનું બહુમાન કરવા વિશે કહ્યું હતું. સંગઠન સિવાય આ જમાનામાં ચાલી શકે નહિ એટલે બધાએ સંગઠિત થવું જોઈએ. નાત-જાત મૂકી દેવી જોઈએ. ધર્મમાં બધાં જ સરખા છે એમ કહ્યું. તા. ૨૦-૬-૫૮ : બોરીવલી (પશ્ચિમ)
મલાડથી પ્રવાસ કરી બોરીવલી આવ્યા. અંતર બે માઈલ હશે. આજે ૫-૧૫ મિનિટે પ્રાર્થના કરી. પૂ. મોટા ગુરુદેવનો આજે સાડા સાત વાગ્યે બોરીવલીમાં ચાતુમાસ પ્રવેશ હતો. પોણા છ વાગ્યે નીકળ્યા. વચ્ચે એક ઠેકાણે રોકાવાનું હતું પણ આખે રસ્તે ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ રહ્યો સાધુતાની પગદંડી : પુસ્તક – છડું
૨૦૯