________________
તા. ૭-૧-૫૭ : ખાંભડા
બેલાશી નીકળી ખાંભડા આવ્યા. અંતર બે માઈલ હશે. ગામ લોકોએ મોટી સંખ્યામાં આવી વાજતે-ગાજતે સ્વાગત કર્યું. મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું.
તા. ૮ થી ૧૨-૧-૫૭ : સારંગપુર
ખાંભડાથી નીકળી સારંગપુર આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો હિરલાલભાઈ કરીને એક સથવારા ભાઈના મકાનમાં રાખ્યો હતો. ખાંભડાનાં ઘણા ખેડૂત ભાઈઓ સાથે આવ્યા હતા. ગામલોકોએ મોટી સંખ્યામાં સ્વાગત કર્યું. એક કાઠી દરબારનું તાજું મરણ થયેલું હોવાથી ઢોલ વગેરે લાવ્યાં નહોતાં. સૂત્રો પોકારતાં સૌ સરઘસ આકારે આખા ગામમાં ફરી નિવાસસ્થાને આવ્યાં. માલ-સામાન મૂકી સૌ સભાસ્થાને આવ્યાં. સૌ પ્રથમ મહારાજશ્રી અહીં મંદિરના અન્યાય અંગે ચાલેલા શુદ્ધિપ્રયોગ અંગે તેની છાવણીની મુલાકાતે જઈ આવ્યા. બાદમાં સંખ્યાબંધ ખેડૂતોએ અને સરપંચે સૂતરના હારથી સ્વાગત કર્યું. એક દિવસ એવો હતો કે આ ગામમાં પાંચ ખેડૂતોની સામે આખું ગામ વિફર્યું હતું અને કાર્યકરોને રંજાડવામાં બાકી રાખી નહોતી. તે જ ગામે આજે હળીમળીને પ્રેમથી સ્વાગત કર્યું હતું. બહેનો, ભાઈઓ વંદના કરતાં કરતાં મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. સભામાં મહારાજશ્રીએ પ્રવચન કર્યું હતું.
રાત્રે જાહે૨સભા થઈ હતી. તેમાં પ્રથમ ડુંગરસિંહજી મહારાજે હાર્દિક પ્રવચન કરતાં જણાવ્યું કે અમે મારવાડથી બંને મુનિઓ મહારાજશ્રીની પ્રેરણાથી તેમના દર્શને આવ્યા છીએ. જૈનો વ્યક્તિગત ઉપવાસ ઘણા કરે છે, પણ સમાજની શુદ્ધિ અર્થે ઉપવાસ થતા નથી. તમે બધા એવા ઉપવાસ કરો છો. મહારાજશ્રીના કહેવાથી અમને ઉપવાસ કરવાનો લાભ મળ્યો. અમદાવાદના તોફાનો વખતે ખેડૂતો અમદાવાદ ગયા. લોકો ગમે તેમ ગાળો બોલે, માર મારે પણ શાંત રહી તેમનું ભલું ઇચ્છું આ ચમત્કાર જેવો તેવો નથી વગેરે કહ્યું.
ત્યારબાદ નાનચંદભાઈએ કહ્યું, અહીં શુદ્ધિપ્રયોગ ચાલ્યો તેમાં અમોને ઘણો પાઠ શીખવાનો મળ્યો. તમોએ એ તક આપવા બદલ આભાર માનું છું. અમોને કોઈના તરફ દ્વેષ નથી, દુ:ખ નથી. અમારી કોઈ ભૂલ હોય તો ખુશીથી બતાવજો.
૨૪
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું