________________
તા. ૯-૧-૫૭ :
આજે બપોરના અઢી વાગે અહીં આજુબાજુના ગામોનું એક સંમેલન યોજાયું હતું. સભામંડપને ગામ કારીગીરીની ચીજોથી શણગારવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાઈ-બહેનો આવ્યાં હતાં. પ્રથમ પ્રાર્થનાથી શરૂઆત થઈ. પછી સ્વાગત પ્રમુખ વસ્તાભાઈએ મહેમાનોનો ગામ વતી આભાર માન્યો. ત્યારે પ્રમુખ તરીકે નાવડાવાળા નારણભાઈ પધ્યાભાઈની વરણી થઈ. બાદ હરિભાઈ હી. શાહે ખેડૂત મંડળની પ્રગતિનો ખ્યાલ આપ્યો. ખેડૂત મંડળ અંગે પ્રથમ વીરાભાઈએ ગ્રામસંગઠન અંગે કહ્યું. પીતાંબરભાઈ ખાંભડાવાળાએ અમદાવાદના ખેડૂતોની ટુકડીઓ દ્વિભાષીના પ્રચાર અંગે ગઈ ત્યારનો અનુભવ કહેતાં જણાવ્યું કે, ખેડૂત જગતાત કહેવાય છે. શહેરના લોકોએ ટુકડીઓને મારી રંજાડી તે વખતે મને ખરાબ વિચાર આવી ગયો કે ગામડાં અનાજ વગેરે પકવે છે. શહેરો એથી જીવે છે. જો ગામડાં એ અનાજ પોતા પૂરતું પકવવાનું નક્કી કરશે તો શહેરો કરશે શું ? પછી ૩૦મીના ફૂલજીભાઈએ કહ્યું કે, અમે શહેરોના જેવું વર્તન નહિ કરીએ. ત્યારે મને મારા વિચારોનો અફસોસ થયો. ત્યારબાદ સમઢિયાળાવાળા એક ભાઈએ કહ્યું. બાદમાં ફૂલજીભાઈએ ગ્રામસંગઠન અંગે કહ્યું કે, અહીં જે પ્રયોગ ચાલ્યો તેમાં કેટલું બધું રહસ્ય સમાયેલું છે. તમને એની જરૂર લાગતી હોય તો આવા સંગઠનોમાં રસ લઈને તેનો ટેકો આપવો જોઈએ. કોઈ પણ કાર્ય પહેલાં સંસ્થા સામે સિદ્ધાંત હોય છે. અહીંના પ્રયોગ વખતે ધર્મને વગોવનારા નાસ્તિકો એવો ભાવ પ્રગટ કરવામાં આવ્યો હતો પણ અમે તે ધર્મને વધારે ઊજળો કરવા આવ્યાં હતાં. તે પછીથી સિદ્ધિ થયું. બાદમાં અંબુભાઈએ જણાવ્યું કે દરેક નેતા એક જ વાત કરે છે. આપણે એવો સમાજ રચવો છે કે કોઈ કોઈનું શોષણ ન કરે. સૌ સાથે મળીને પ્રથમ જીવે. આ રચના કરવાની રીત કઈ ? એ રીત ગ્રામસંગઠન બતાવે છે. પ્રથમ ગામડાંનું એક હિત ઊભું થવું જોઈએ. ખેડૂત, ગોપાલક અને મજૂર ત્રણે અરસપરસ પૂરક બને. અલગ અલગ સ્વાર્થ ના રાખે. ગામનું એક હિત થાય, તો જ સાચી લોકશાહી નીપજે. રૂપાંતરની ક્રિયા શહેરમાં થવાથી બધો જ કસ ત્યાં ચાલ્યો જાય છે. કપાસ અહીં પકવો, કાપડ શહેરમાંથી લાવો. તલ, શીંગ અહીં પકવો, તેલ ત્યાંથી લાવો. ડાંગર અહીં પકવો, ચોખા ત્યાંથી લાવો. આમ થયા કરશે તો ગમે તેટલાં ઊંચા ભાવથી પણ પોષણ થવાનું નથી. એટલે રૂપાંતરની ક્રિયા ગામડાંમાં કરવાથી સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૨૫