________________
તા. ૨૧-૪-૫૭ : ભામસરા
શિયાળથી આજે ભામસરા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો કચરા જાણાના મકાનને મેડે રાખ્યો. પૂ. નાનચંદ્રજી મહારાજ તથા સાધ્વીઓ પણ આ મેડે જ ઊતરેલાં. અમારી સાથે મિસ્ત્રી, જટાશંકર, દિલીપભાઈ વગેરે આવ્યા હતા. સહકારી પ્રવૃત્તિ અને ગ્રામસંગઠન અંગે સારી વાતો થઈ. અહીં ખેડૂત મંડળ સહકારી મંડળી છે. તેના સેક્રેટરી શ્રી જોષી આગળથી અહીં આવ્યા હતા. મિસ્ત્રીએ ઠરાવો, શાખપત્રકો વગેરે તૈયાર કરી આપ્યા. સાંજના તેઓ શિયાળ ગયા.
આ ગામમાં થોડા માસ પહેલાં કોળી લોકોએ ભેલાણના પ્રશ્નમાં બે ભરવાડનાં ખૂન (કેસરડીના) કરી નાખેલા. તેના બંને જ્ઞાતિ આગેવાનોએ સમાધાન કરી નાખ્યું. અમુક રૂપિયા ભરવાડોના સંબંધીઓને અપાવ્યા.
એક રીતે સાચા પ્રાયશ્ચિત્ત વગર આ રીતે રૂપિયાથી સમાધાન થાય તે બરાબર નથી. ગુનેગારોએ પુરાવા ઢીલા કર્યા હોવાને કારણે નિદોષ થઈને છૂટી આવ્યા. લોકોએ માતા આગળ દાણાં વગેરે જોઈ, ગુલાલ વગેરે છાંટી આ વિજયથી ઉત્સવ ઉજવ્યો. ગામડાંની આ અજ્ઞાનતા ઉપર એક રીતે હસવું આવે છે !
મીઠાપુરના ઝઘડા અંગે બન્ને પક્ષો અહીં આવવાના હતા પણ કોઈ પક્ષ તરફથી ચિન્હો સારાં નહોતાં જણાતાં. જંગલેશ્વરજી મહારાજ તો નક્કી કર્યા પ્રમાણે આવી ગયા પણ કોઈ આવેલું નહીં એટલે સાંજની મોટરમાં પાછા ગયા. તા. ૨૪, ૨૫, ૨૬-૪-પ૭ : આદરોડા
કોરિયાથી આદરોડા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો પશાભાઈને ત્યાં રાખ્યો હતો. હું સાંજની મોટરમાં આવી ગયો હતો. તે અગાઉ સાણંદથી બળદેવભાઈ, મણિબહેન અને બેન્કર તથા ઉમરગામથી પ્રાણલાલભાઈ કાર્યક્રમ નક્કી કરવા આવ્યા હતા. કાર્યક્રમ નક્કી કર્યો છે. રાત્રે જાહેરસભા થઈ હતી. સભામાં મણિબહેને આરંભથી જ ભંગીકામ કેવા સંજોગોમાં શરૂ થયું છે અને અહીંના ભંગીઓના દેવા-નિકાલનો તથા પસાયતા તથા ભૂદાન-જમીનો ખેડવા આપવા અંગેનો, તેમના રિવાજ વગેરેનો ખ્યાલ આપ્યો હતો. ત્યારબાદ મેં ધર્મદષ્ટિએ સમાજરચનાનો ખ્યાલ પ૬
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું