________________
એક સાંજે ચીમનભાઈ ભટ્ટ અને તેમની ડેલીએ બુદ્ધચરિત્ર કથા સંગીતમાં જે તેમણે તૈયા૨ કરી હતી તે સુંદર રીતે ગાઈ બતાવ્યું હતું. બપોરે ૨ થી ૩નો કાર્યક્રમ. કાર્યકર સંમેલન
શ્રી ચીમનભાઈ,
આપણું સદ્ભાગ્ય છે કે એક પવિત્ર પુરુષનો આજે સમાગમ થાય છે. તેમનું સ્વાગત કરતાં આપણને ખૂબ આનંદ થાય છે. વિશ્વવાત્સલ્ય એ એમનો કેવળ મંત્ર છે. એ જ નામથી એ પોતાનું પત્ર કાઢે છે. એ ઉપરાંત અનેક પ્રવૃત્તિમાં એમને રસ છે તે જાણીએ છીએ. ચિંતનશીલ પુરુષ છે. તેમનું સ્વાગત કરવું એ ધન્યતા છે એટલે આશ્રમ તરફથી, તમારા સૌ તરફથી બહુ જ આનંદપૂર્વક અને પ્રણામપૂર્વક તમારું સ્વાગત કરું છું. એઓશ્રી બે દિવસ રહેવાના છે. તેમની ઘણી વાતો સાંભળીશું અને ચર્ચા કરી શકીશું. ધારીએ ત્યારે તેમની પાસે દોડી જવાનું બનતું નથી કારણ કે તેઓ પદયાત્રા કરનારા છે તેથી સંપર્ક જલ્દી ના થાય. તેમણે આપણા ઉપર મમતા દર્શાવી આપણા સૂરત જિલ્લાને વધારે દિવસો આપ્યા છે. તેમનો પૂરો લાભ ઉઠાવીએ. એ રીતે ઈશ્વરની કૃપા આપણા ઉપર ઊતરી છે. હું બે-ત્રણ દિવસ તેમની સાથે રહ્યો છું. એ મધુર સ્મરણો ભૂલી શક્યો નથી. હવે બે દિવસ વધુ મળવાનું બને છે. વિશેષ પરિચય તો જુગતરામભાઈ આપશે. શ્રી જુગતરામભાઈ :
સૂરત જિલ્લામાં મુનિશ્રીનું આ રીતે આવવાનું પહેલું છે, એમ માનું છે. એટલે મુનિશ્રીનો પરિચય આ વિસ્તારને નવો ગણાય. જોકે ઘણા મિત્રો એવા છે કે એમની સાથે પત્રો દ્વારા શિબિરો દ્વારા અને બીજી રીતે સમાગમમાં રહેતા હોય છે. મુનિશ્રી જૈન સાધુ છે. મોટા ભાગે સાધુ-સંતો રાનીપરજ વિસ્તારમાં બહુ આવતા નથી. કોઈક વાર આવી ચઢે એ જુદી વાત છે. અમારા બ્રાહ્મણ સાધુઓ લાડવાપંથી હોય છે એટલે લાડવાની સુગંધ આવે તે તરફ જાય છે. એ રીતે મુનિજીનું રાનીપરજમાં ફરવું એ કદાચ પહેલું જ હશે. તેઓશ્રી ફરશે ત્યારે આદિવાસીઓને ઘણું જાણવાનું મળશે. તેમની ભિક્ષા, હરવું-ફરવું તે બધું સમજવા, જોવા જેવું છે. મુનિશ્રી જૈન મુનિ ઉપરાંત સુધારક સાધુ છે. જૈન ધર્મના નિયમોનું પાલન કરવા છતાં પોતાની સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૬૩