________________ 14 વીતરાગ દશા, કેવળજ્ઞાન, અને મોક્ષ સુધી પહોંચી જવાય. - તમો ધર્મથી કઈ દુન્યવી વિષય મેળવવાને બદઈરાદે ન રાખે તે ધર્મ પ્રવૃત્તિની આ તાકાત છે કે તમને વિષયરાગ ઓછો કરતા ચાલવામાં અને ઠેઠ વીતરાગ બનવા સુધીમાં સહાય કરે; કેમકે દુન્યવી સુખચેન છોડીને ધર્મની પ્રવૃત્તિ કરવામાં લાગ્યા એટલે સ્પષ્ટ છે કે ધર્મની પ્રવૃત્તિના સમયમાં વિષયની પ્રવૃત્તિ બંધ રહેવાની, એવું અનેકવાર થયા કરે એટલે સહેજે મનને આનંદ થાય કે “હાશ ! સારું થયું, પ્રભુએ આ પવિત્ર ધર્મકિયાઓ બતાવી તે એ કરતાં કરતાં ગોઝારા વિષયની પ્રવૃત્તિથી બચાય છે!' આમ વિષય પર એક પ્રકારની સૂગ રહ્યા કરે. પ્રદેશ રાજ્યમાં પ્રવૃત્તિથી પરિણતિ - પ્રદેશ રાજા નાસ્તિક હતું પરંતુ કેશી ગણધર મહારાજ પાસેથી ધર્મ પામ્યા પછી ધર્મપ્રવૃત્તિ સારી કરવા લાગે; તે પરિણામ એ આવ્યું કે જીવનમાંથી વિષયરાગ મોળા પડતા આવ્યા. અત્યંત રૂપાળી અને પ્રિય પણ રાણી સૂર્યકાન્તા સાથે મેહઘેલા વર્તાવ બંધ થઈ ગયા. એમાં રાણીએ પિષધ-પારણે ઝેર આપ્યું તે ઝેર ચડતાં મરણાન્ત ભયંકર વેદનાઓ ઊઠી ! છતાં રાણી પર ગુસ્સે ન ચડે કેમકે ધર્મ– પ્રવૃત્તિથી કાયાને કસતાં કરતાં કાયાને પણ રાગ એ