Book Title: Tilakamanjiri Part 1
Author(s): Dhanpal Mahakavi, Shantyasuri, Lavanyasuri
Publisher: Vijaylavanyasurishwar Gyanmandir Botad
View full book text
________________
રાજ્યમાન્યપણાને લઈ મુનિઓની તેની દ્વારા થતી તજેનાથી જન મુનિઓ આમ ધારામાં આવતા અટક્યા. એક વખત શોભન મુનિના ગુરૂ મહેંદ્રસૂરિએ મુનિશ્રી શોભનને ધારામાં જવા આજ્ઞા કરી. શિષ્યમંડળ લઈ ધારા તરફ શોભન મુનિએ વિહાર કર્યો. ધારાનગરીના પરિસરમાં ધનપાલ સામે મળ્યું. તેણે મુનિને ઓળખ્યા નહિ અને હાસ્ય કરતાં તેણે કહ્યું કે “ગધેડાના દાંત જેવા હે સાધુ તમને નમસ્કાર' જવાબમાં મુનિએ પણ કહ્યું “માંડાના મૂખ સરખા હે ભાઈ તું સુખી છે ને?' ધનપાલે જાણ્યું કે મુનિ તેજસ્વી અને વિદ્વાન છે ફરી ધનપાલે કહ્યું કે મહારાજ ને ઘેર ઉતરશે ?' મુનિએ જવાબ આપ્યો કે “ઈચછા હોય તે તમારે ત્યાં,’
એકવખત ધનપાલે મુનિને પોતાને ત્યાં બહેરાવવા માંડયું. બે દીવસ વીતેલ દહિ છે તેમ જાણુ મુનિએ ન ખપે તેમ કહ્યું. ધનપાલે કહ્યું કે “જીવડાં છે ? મુનિએ અળતાના રસથી છવડાં બતાવ્યાં. ફરી મુનિને બ્રાફ કરાવવા માંડ્યા મુનિએ ન લીધા. ધનપાલે કહ્યું ઝેર નાંખ્યું છે? મુનિએ કહ્યું “હા'. ધનપાલે તપાસ કરી તો ખરેખર ઝેરના લાડુ હતા. ધનપાલ મુનિને ભાવથી ન અને પિતાના જીવનદાન માટે ઉપકાર માનતા પિતાના ભાઈબ્રમણ મુનિને સંભાળવા લાગ્યા. મુનિએ કહ્યું તારા ભાઈ શ્રમણમુનિ હુંજ છું બન્ને ભાઈઓ ભેટ્યા. ધનપાલ ચુસ્ત જૈનધર્મી સભ્યત્વી બને એટલું જ નહિ પણ શાના પાને પાને દઢ સમકિત તરીકે તેનો ઉલ્લેખ પછીના ગ્રંથકારોએ કર્યો છે. આ તિલકમંજરી ગ્રંથ ધનપાલની સમકિતપણાની મહેરછાપવાળો ગ્રંથ છે.
'सवः पातु ज़िनः कृत्स्नं समीक्षते यः प्रतिक्षणम्
रूपैरनन्तैरेकैकजन्तोप्ति जगत्त्रयं ।' ધનપાત કવિને સમ્યક્ત્વ સ્પર્ધા બદલ કેટલે પશ્ચાતાપ હતો તે તેમનાજ શબ્દોમાં .
" कतिपयपुरस्वामीकायव्ययैरपि दुर्घहो मितवितरिता मोहेनासौ पुरानुसृतो मया । त्रिभुवनविभुर्बुद्धधाराध्योऽधुना सुपदप्रदः
प्रभुरपि गतस्तत्त्राचीनो दुनोति दिनव्ययः ।। આ તિલકમંજરી ગ્રંથ ભેજરાજાની માગણીથી બનાવ્યો હતો આ ગ્રંથ રાજસભામાં સુવર્ણ સ્થાળમાં મુકી ભેજે ધનપાલ પાસે સાંભળે. ભોજને ગ્રંથ ખુબ ગમ્યો પણ તેને અભિમાન આવ્યું અને ધનપાલને કહ્યું કે “કથા તે સુંદર છે પરંતુ તું વિનિતાની જગ્યાએ મારી નગરી” અને “સ વઃ પાતુ જિન - ની જગ્યાએ “સ વઃ પાતુ શિવઃ” વિગેરે મુક અને પછી જેટલું ધન માગવું હોય તે માગી લે.” ધનપાલ બેલી ઉકથો
दो मुहय निरक्वर लोहमइय नाराय तुज्झ किं भणिमो
गुजाहि समं कणयं तोलन्तु न गओसि पायालं રાજાને ક્રોધ ચડ્યો અને ધનપાલને આ ગ્રંથ ભસ્મીભૂત કર્યો. ધનપાલ ખિન થયું. ઘરે આવ્યો. પિતાની પુત્રી તિલકમંજરીએ ખિન્ન થતા પિતાને કહ્યું મને યાદ છે તે લખી લો ધનપાલે લ લગભગ અર્થો લખાયા અને અર્થે નવીન રચી ગ્રંથનું નામ તિલકમંજરી રાખી પુરો કર્યો.
તિલકમંજરીને દહન બાદ ધનપાલે ધારાનગરીને છોડી અને ત્યારપછી શેવ કાળ સાચેરમાં કાલ્યો