Book Title: Tilakamanjiri Part 1
Author(s): Dhanpal Mahakavi, Shantyasuri, Lavanyasuri
Publisher: Vijaylavanyasurishwar Gyanmandir Botad
View full book text
________________
૨૮
પણ ભેજને પશ્ચાતાપ થયે તે ધનપાલને ધારાનગરીમાં બોલાવી લાવ્યો અને વિદ્યાવ્યાસંગથી રહિત બનેલ કરી પિતાની રાજસભાને વિદ્યાવ્યાસંગવાળી કરી. - ધનપાલ કવિના બધા ગ્રંથોનું તેમના હાજરજવાબીપણાનું અને ભેજ તથા મુંજ સાથેના બધા પ્રસંગેનું ટુક ટુક અવતરણ કરતાં પણ એક સ્વતંત્ર ગ્રંથ થઈ જાય તેમ હોવાથી આ સંબંધમાં વધુ જાણવાની ઇચ્છાવાળાઓને ઉપર જણાવેલ સાહિત્યની ભલામણ કરી અમે વિરમીએ છીએ,
ધનપાલ શ્રમણોપાસક વિદ્વાન ગૃહસ્થી કવિ છે. રાજ્યાશ્રયથી નભનારા છે છતાં ધર્મ પ્રત્યેને તેમને અતિરાગ હોવાથી શાસ્ત્રકારોએ તેમના જીવનને સેંકડે ઠંઘમાં ઠેર ઠેર દાખલ કર્યું છે.
તિલકમંજરી ગ્રંથના અતારિકાના પ૩ કા સંસ્કૃત સમગ્ર સાહિત્ય અને સાહિત્યકારોની સંક્ષિપ્ત સમાચના કરી જય છે. મહાકવિ શ્રી ધનપાલે આ અવતારિકામાં ભગવાન શ્રી ઈન્દ્રભૂતિથી માંડીને પિતાના કાળ સુધીના ગદા પર્વ ગ્રંથકારેનું સ્મરણ બહુજ ઉદારભાવે કર્યું છે. તેમજ કાવ્ય, કવિ અને કથા કેવી હોવી જોઈએ તેનું પણ તેમણે સુંદર દિગદર્શન કરાવ્યું છે.
કવિ ધનપાલ પિતાના બાંધવ ભનમુનિના ગુરૂ મહેંદ્રસૂરિના પરમ ભક્ત હતા અને તેમની પાસેથી તેમણે તત્વજ્ઞાન મેળવ્યું હતું. તદુપરાંત પોતાના લઘુબંધુ શબનમુનિ કત સ્તુતિઓ ઉપર તેમણે વિશ૬ ટિકા રચી છે અને તેની પ્રશસ્તિમાં તે બધી વાત તેમણે સ્પષ્ટ કરી છે. બીજા ગ્રંથકારેએ કરેલ ધનપાલનું સ્યુરણ
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિવરે ધનપાલ કવિની તિલક મંજરીના પધો કાવ્યાનુશાસન અને છન્દાનશાસનમાં ઉલ્લેખિત કર્યા છે.
મુનિ સુંદરસૂરિએ ઉપદેશ રત્નાકરમાં અને વાગભટે પિતાના કાવ્યાનુશાસનમાં ઠેર ઠેર ધનપાલ કવિના પઘોને ઉપયોગ કર્યો છે.
કાતિકામુદી કાર, અમરચરિત્રકાર, પૂ. મુનિરત્નસૂરિજી, પંચલિંગ પ્રકરણકાર પૂ. શ્રી જિનેશ્વરસૂરિ વિગેરે આચાર્ય પંગોએ તેમના કાવ્યની પ્રશસ્તિ ગઇ છે. જિનમંડનગણિત કુમારપાલ પ્રબંધમાં કહ્યું છે કે
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે ધનપાલ કવિની બનાવેલ બાબભપંચાશિકાના સુધારા ભગવાનની સ્તુતિ કરી ત્યારે પરમાત કુમારપાળે કહ્યું કે “ભગવાન? આપ નવી સ્તુતિ ન બનાવતાં અન્યકૃત સ્તુતિ કેમ બોલે છે ?' જવાબમાં પૂ. હેમચંદ્રસૂરિ ભગવાને કહ્યું રાજન ! આવી સ્તુતિ બનવી અમારાંથી અશકય છે.
अथ प्रदक्षिणावसरे सरसापूर्वस्तुतिकरणार्थमभ्यर्थिताः श्री हेमसूरयः सकलजनप्रसिद्धां 'जय जंतुकप्पपायव !' इति धनपालपश्चाशिका पेठुः ।। राजादयः प्राहुः भगवन् भवन्तः कलिकाले सर्वज्ञाः परकृतस्तुतिं कथं कथयन्ति ? । गुरुभिरूचे राजन् ! श्री कुमारदेव ! एवंविधसद्भूतभक्तिगर्भास्तुतिरस्माभिः कत्तुं न शक्यते ।।
આ તિલક મંજરીનું સંશોધન વાદિવેતાળ શાંતિસૂરિ જેવા સમર્થ આચાર્ય ભગવંતે કહ્યું હતું. આ સંબંધમાં પ્રબંધ ચિંતામણિમાં કહ્યું છે કે
अशोधयदिमां चासावुत्सूत्राणां प्ररूपणात् । શarrોષાતુ સિદ્ધરાતે જિન I ૨૦૨ /