Book Title: Tilakamanjiri Part 1
Author(s): Dhanpal Mahakavi, Shantyasuri, Lavanyasuri
Publisher: Vijaylavanyasurishwar Gyanmandir Botad
View full book text
________________
સંઘયાત્રા.
છહરી પાળતા નાના મોટા સંઘ તે ઘણાએ આ કાળમાં નીકળતા આપણે જોયા હશે. પણ જે સંઘમાં હજારો માણસ, સેંકડો ગાડાઓ અને સેંકડોની સંખ્યામાં મુનિરાજો હોય તેવા સંઘે તે સ્વ. પૂજ્ય આચાર્યદેવની સાનિધ્યતામાં નીકળેલ. શેઠ માણેકલાલ મનસુખભાઈ અને શેઠ નગીનદાસ કરમચંદના સંઘે તો કવચિત્ નીકળ્યા છે. સંઘના દર્શનાર્થે પચીસ પચાસ ગાઉથી ઉલટતી માનવમેદની, રાજાએ મહારાજાઓ દ્વારા થતાં સંધના સામૈયાં અને સાધાર્મિક ભાઈઓ હસ્તક થતા સંધના આદરસત્કારે તો કેઈને ધર્મબીજ, કોઈને સમકિત અને કેઈને વિરતિ પામું આપી જીવન તાય છે. અજોડ વ્યકિતત્વ.
સ્વ. પૂજ્ય આચાર્યદેવની આંખમાં કોઈ અપૂર્વ બ્રહ્મચર્યનું તેજ હતું તેમની સામે વધુ વખત એકીટસે જોઇ શકાતું નહિ. પ્રથમદર્શને જ તેમની આંખ આવનારને નખશિખ ઓળખી લેતી. તેઓ આવનાર શું કહેવા માગે છે અને શા આશયે આ છે તે પ્રથમ દર્શને જ પારખી લેતા. અર્થાત્ તેમની ચક્ષુ આપાર ઉતરી પૂર્વપશ્ચાત્ સર્વને નિહાળી શકતી
તેમની જીવનની એકે પ્રવૃત્તિ એવી નથી કે આરંભ્યા પછી છોડવી પડી હોય કે આ રંભેલી પ્રવૃત્તિ નિષ્ફળ ગઈ હોય. પ્રવૃત્તિને તેઓ આરંભતા પહેલાં ખુબ ખુબ વિચાર કરતા અને આરંભ્યા પછી કીડી સામે કટક જેટલી તે તૈયારી રાખતા. તેમના જીવનકાળ દરમિયાન આવા ઘણુએ પ્રસંગે આવ્યા છે પણ જેમાં તેમણે ઝુકાવ્યું તેમાં કઈ દિવસ નિષ્ફળતા સાંપડી જ નથી. તેમને પ્રભાવજ એવા હતા કે તેમનું નામ સાંભળતાં જ અધું કાર્ય ઉકલી જતું. તેમજ એ પણ સાથે જ છે કે શાસનની સર્વમુખી કે એવી પ્રવૃત્તિ નથી બની કે જેમાં તેમની દોરવણ ન મળી હોય તે સાગપાંગ સફળ થઈ હેય.
તેમને અવાજ, તેમની આકૃતિ અને તેમને સ્વભાવ આ સર્વે નાયકતાને સૂચવનારાં હતાં. તેમના અવાજમાં સત્તાવાહિતા હેવા છતાં ઉંડી સમજ હતી. તેમની આકૃતિ સામાને તેજથી આંજતી હોવા છતાં સૌમ્યભરી હતી. તેમને સ્વભાવ હસમુખ છતાં પૂર્વાપરની સર્વ વસ્તુને અવગાહક હતો. - આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓ, સમાજના અગ્રગ વિગેરે સૌના તે આધારભૂત, સમગ્ર શાસનના હિતચિંતક અને સમગ્ર શાસનના રક્ષક હોવાથી સમાજ તેમને શાસનસમ્રાટ તરીકે ઓળખતે તે ખરેખર વ્યાજબીજ હતું. * તેમને જન્મ, દીક્ષા, પદપ્રદાન, તેમના હાથે થયેલાં શાસનપ્રભાવનાના કાર્યો વિગેરે બધી વિગતો તે મહાકાય ગ્રંથથી જ કહી શકાય તેમ છે. પણ અહિં તે માત્ર તેમનું આખું દર્શન આપ્યું છે. અને તે એ કે સ્વ. પૂ. આચાર્યદેવ નેમિસૂરીશ્વરજી મહારાજ આ કાળના શાસનસમ્રાટ યુગપ્રધાન કે શાસનના કેહીનૂર જે કહે તે બધા હતા.